'Animal'માં માત્ર 10 મિનિટના રોલ અંગે બોબી દેઓલે મૌન તોડ્યું- 'કદાચ એવું હોત પણ મને ખબર હતી કે...'
નવી મુંબઇ,તા. 4 ડિસેમ્બર 2023, સોમવાર
રણબીર કપૂરની 'એનિમલ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મને લઈને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સંદીપ રેડ્ડી વાંગાની આ હિંસક ફિલ્મે બોક્સ ઓફિસ પર મોટા સુપરસ્ટાર્સના રેકોર્ડ તોડી નાખ્યા છે.
ફિલ્મમાં રણબીરની સાથે બોબી દેઓલની એક્ટિંગના વધારે વખાણ થઈ રહ્યાં છે. રિલીઝ પહેલા મેકર્સે બોબી દેઓલના કેરેક્ટરને લઈને ઘણી હાઈપ બનાવી હતી. પરંતુ ફિલ્મ જોયા બાદ બોબી દેઓલના ફેન્સ થોડા નિરાશ થયા હતા. તેઓને લાગ્યું કે, તેમની સાથે ન્યાય થયો નથી.
'એનિમલ'માં ઓછો સ્ક્રીન ટાઈમ પર બોબી દેઓલે મૌન તોડ્યું
હવે પહેલીવાર બોબી દેઓલે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે, હું પોતે પણ આટલી મોટી ફિલ્મમાં વધુ સ્ક્રીન સ્પેસ મેળવવા માંગતો હતો. પરંતુ મને મારા પાત્રની લંબાઈ પહેલેથી જ ખબર હતી.
આ રોલ માત્ર 10 મિનિટનો
બોબી દેઓલ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં છે, જે રણબીર કપૂરનો સાવકો ભાઈ છે. બોબી એક મૂંગા વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાં તેનું નામ અબરાર છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં આપણને તેની ઝલક પણ મળતી નથી. બોબી દેઓલ બીજા હાફમાં પ્રવેશે છે, જ્યાં તે તેના ત્રીજા લગ્નમાં જોરશોરથી ડાન્સ કરતો જોવા મળે છે. આ દરમિયાન ઘરમાં મર્ડર અને મારામારીના દર્શ્યો બતાવવામાં આવ્યા છે.