દક્ષિણ ભારતના ફેમસ એક્ટરનું કેન્સરના કારણે નિધન, પવન કલ્યાણ અને વિજયને આપી હતી ટ્રેનિંગ
Image Source: Twitter
Famous Actor Shihan Hussaini Passes Away: સાઉથ સિનેમાના દિગ્ગજ એક્ટર શિહાન હુસૈનીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. શિહાન હુસૈનીનું ચેન્નાઈની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થઈ ગયુ છે. એક્ટર શિહાન હુસૈની બ્લડ કેન્સરથી પીડિત હતા. તેમના પરિવારે મંગળવારે આ માહિતી આપી અને જણાવ્યું કે, એક્ટરનું નિધન થઈ ગયુ છે. તેમના પરિવારના સભ્યોએ ફેસબુક પર માહિતી આપી હતી કે તેમનો પાર્થિવ દેહ સાંજ સુધી તેમના બેસંત નગર સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવશે. એક્ટરે 60 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેમની કેન્સરની સારવાર લાંબા સમયથી ચાલી રહી હતી. તેમના નિધનથી પરિવાર ખૂબ જ દુઃખી છે. શિહાન પોતાના પરિવારની ખૂબ નજીક હતા. શિહાને દક્ષિણ સિનેમામાં પણ મોટો દરજ્જો હાંસલ કર્યો હતો. તેમણે ઘણા દિગ્ગજ સુપરસ્ટારોને માર્શલ આર્ટ્સમાં ટ્રેનિગ આપી હતી. આ સ્ટાર્સમાં પવન કલ્યાણ અને થલાપતિ વિજય જેવા મોટા નામો સામેલ છે.
પરિવારે કરી પોસ્ટ
પરિવાર દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'મને એ જણાવતા ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે, એચયુ (શિહાન હુસૈની) આપણને છોડીને ચાલ્યા ગયા છે. એચયુ સાંજ સુધી બેસંત નગર સ્થિત તેમના નિવાસસ્થાને રહેશે. હુસૈની અને પરિવાર, કામના/મહિમા. બીજી પોસ્ટમાં લખ્યું હતું કે, 'પ્રિય તીરંદાજો, માતા-પિતા અને કોચ, જે કોઈ પણ એચયુના ઘરે તેમના પાર્થિવ શરીરને જોવા આવી રહ્યા છે તેઓ કૃપા કરીને પોતાની વર્દીમાં આવે (કોઈપણ રંગ ઠીક છે), જો શક્ય હોય તો તમારા ધનુષ અને તીર સાથે આવવું. તેમના પાર્થિવ શરીરને સાંજે 7:00 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તમામ તીરંદાજો સાંજે 5:00 વાગ્યે કેટલાક તીર ચલાવશે. તે ઉપરાંત કરાટે પ્રેક્ટિશનરો બપોરે 3:00 વાગ્યે પોતાની કિટ સાથે પહોંચશે અને ત્યારબાદ કરાટાનું પ્રદર્શન થશે. સાંજે 7:00 વાગ્યા પછી તેમના પાર્થિવ શરીરને અંતિમ
આ પણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, 3 દિવસ કમોસમી વરસાદની શક્યતા
આ ફિલ્મોમાં કર્યું છે કામ
એક્ટરે ઘણી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી છાપ છોડી છે. તેમના નામે 'વેલઈકરન', 'મૂંગિલ કોટ્ટાઈ' અને 'ઉન્નાઈ મોતી કુરુમલ્લી' જેવી શાનદાર ફિલ્મો છે. હુસૈનીએ રજનીકાંત અભિનીત હોલીવુડ ફિલ્મ 'બ્લડસ્ટોન'માં પણ કામ કર્યું છે. તેઓ થલાપતિ વિજયની ફિલ્મ 'બદ્રી'માં પણ નજર આવ્યા હતા. ગત વર્ષે એક્ટરની ફિલ્મ 'ચેન્નઈ સિટી ગેંગસ્ટર' રિલીઝ થઈ હતી. છેલ્લે તેમણે 'કાથુ વાકુલા રેન્ડુ કાધલ' માં અભિનય કર્યો હતો.
પવન કલ્યાણને કરી હતી આ વિનંતી
શિહાન હુસૈનીએ તાજેતરમાં જ કેન્સર સામેની તેમની લડાઈ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'મને સારવાર માટે કોઈની મદદની જરૂર નથી, હું આ લડાઈ લડી રહ્યા છું અને જીતી જઈશ. દરરોજ સંઘર્ષ હોય છે, પણ મને કરાટેનો શોખ છે... કેન્સરને કારણે હું મારા પ્રિય કામથી દૂર રહી શકતો નથી અને તે છે માર્શલ આર્ટ્સ અને તીરંદાજી.' તેમને દરરોજ બે યુનિટ રક્ત પણ મળતું હતું. તેમણે તેમના પૂર્વ વિદ્યાર્થી પવન કલ્યાણને પોતાનું માર્શલ આર્ટ્સ તાલીમ કેન્દ્ર ખરીદવા વિનંતી પણ કરી હતી.