Get The App

Sunflower Season 2: સુનિલ ગ્રોવરની વેબ સીરિઝનો બીજો પાર્ટ થશે રીલિઝ, હત્યારો કોણ છે આવશે બહાર

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
Sunflower Season 2: સુનિલ ગ્રોવરની વેબ સીરિઝનો બીજો પાર્ટ થશે રીલિઝ, હત્યારો કોણ છે આવશે બહાર 1 - image


Image:Instagram 

નવી દિલ્હી: તા. જાન્યુઆરી 2024, ગુરુવાર 

વર્ષ 2021માં આવેલી સુનિલ ગ્રોવરની વેબ સીરિઝ સનફ્લાવરને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ વેબ સીરિઝની સ્ટોરી ખૂબ જ રસપ્રદ હતી, પરંતુ આ સીરિઝનો એન્ડ આવ્યો તે જોઇને લાગતું હતું કે, આ સીરિઝનો બીજો પાર્ટ આવશે. જેને લઇને એક અપડેટ હવે સામે આવી છે.

હવે ZEE5 એ સનફ્લાવરની બીજી સિઝનની જાહેરાત કરી છે. સુનિલ ગ્રોવરની વેબ સીરિઝ 'સનફ્લાવર'ની બીજી સિઝન ટૂંક સમયમાં આવી રહી છે. સુનિલ ગ્રોવરની આ વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ Zee5 પર ખૂબ ઝડપથી સ્ટ્રીમ કરવા તૈયાર છે. આ એક મર્ડર મિસ્ટ્રી છે, જેમાં સુનિલ ગ્રોવરે સોનુ નામના નિર્દોષ યુવકની ભૂમિકા ભજવી હતી.

પ્રથમ સિઝન ફ્રીમાં સ્ટ્રીમ કરાશે

જેમણે હજુ સુધી પહેલી સિઝન જોઈ નથી તેમના માટે ZEE5 ખાસ ભેટ લઈને આવ્યું છે. બીજી સિઝનની રીલિઝ પહેલા, તમે ZEE5 પર સુનિલ ગ્રોવરની આ સીરિઝની પ્રથમ સિઝન મફતમાં જોઈ શકો છો, જે પહેલીથી 31મી જાન્યુઆરી સુધી સ્ટ્રીમિંગ થઈ રહી છે.

આ અંગે વાત કરતા ZEE5 ઈન્ડિયાના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી મનીષ કાલરાએ જણાવ્યું કે, 'નવા વર્ષની શરૂઆત સાથે 'સનફ્લાવર'ના રિટર્નની જાહેરાત કરતા અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. દર્શકોને આ ક્રાઈમ કોમેડી સીરિઝ ખૂબ પસંદ પડી હતી. વિકાસ સાથે કામ કરવાનો અનુભવ પણ અદ્ભુત હતો. તેઓ એવા દિગ્દર્શક છે જેમણે અસામાન્ય સ્ટોરી કહેવાનો એક અનોખો ટ્રેક રેકોર્ડ બનાવ્યો છે. 

સ્ટાર કાસ્ટની વાત કરીએ તો વિકાસ બહલ દ્વારા દિગ્દર્શિત આ સીરિઝની બીજી સિઝનમાં સુનિલ  ગ્રોવર સાથે રણવીર શોરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થી મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.


Google NewsGoogle News