અલ્લુ અર્જુન બાદ તેના બોડીગાર્ડની પણ ધરપકડ, કોર્ટમાં વકીલોનો ધસારો, ઈમરજન્સી સુનાવણીની માગ
Allu Arjun: પુષ્પા 2 ફિલ્મની સ્ક્રીનિંગમાં થયેલી નાસભાગ મામલે જાણીતા અભિનેતા અલ્લુ અર્જૂનની ધરપકડ કરવામાં આવી છે. ચાર ડિસેમ્બરે પુષ્પા-2 પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના મામલે ધરપકડ કરવામાં આવી છે. આ અકસ્માતમાં મોત થઈ ગઈ હતી, જ્યારે એક બાળક બેભાન થઈ ગયો હતો. આ મામલે હવે અલ્લુ અર્જૂન બાદ તેના બોડીગાર્ડની પણ ધરપકડ કરવામાં આવી છે.
બોડીગાર્ડની ધરપકડ
હૈદરાબાદમાં નાસભાગ દરમિયાન મહિલાની મોતના કેસમાં અલ્લુ અર્જૂન બાદ તેના પર્સનલ બોડીગાર્ડ સંતોષની પણ ધરપકડ કરવામાં આવી છે. તેલંગાણાના ACP ચિક્કાડપલ્લી (Chikkadpally)એ આ વાતની પુષ્ટિ કરી છે. અલ્લુ અર્જૂનની ધરપકડ બાદ એક્ટરના પિતા અલ્લૂ અરવિંદ અને તેમના ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
આ મહિને સાઉથ ઈન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના ચોથી ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતા રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.