Get The App

ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી આવ્યા માઠા સમાચારઃ ફેમસ એક્ટરનું કેન્સરથી નિધન, સતત બીજા દિવસે ગુમાવ્યો સ્ટાર

ફેમસ એક્ટરે 42 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કરી દીધી

એક્ટર એડન કેન્ટોને એપેન્ડિસિયલ કેન્સર હતું, જે ખૂબ રેર કેસમાં થાય છે

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી આવ્યા માઠા સમાચારઃ ફેમસ એક્ટરનું કેન્સરથી નિધન, સતત બીજા દિવસે ગુમાવ્યો સ્ટાર 1 - image
Image Twitter 

તા. 10 જાન્યુઆરી 2024, બુધવાર 

Actor Adan Canto Passed Away: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એખ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ફેમસ એક્ટરે 42 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કરી દીધી છે. એક્ટર કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યો હતો. તેમને એપેન્ડિસિયલ કેન્સર હતું, જે ખૂબ રેર કેસમાં થાય છે. તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ રિકવરી ન થતા આખરે તેમનું ગઈ કાલે નિધન થયું હતું. અમે ક્સિકન- અમેરિકી એક્ટર એડન કેન્ટો (Adan Canto)ની વાત કરી રહ્યા છીએ. 

42 વર્ષની ઉંમરમાં લીધો છેલ્લો શ્વાસ 

અત્યંત ગંભીર બીમારીના કારણે આ એક સારા એક્ટરનું ગઈકાલ 8 જાન્યુઆરીના રોજ નિધન થયું છે. એક્ટરના નિધનથી માત્ર તેના પરિવાર અને તેમના મિત્રોને જ નહીં પરંતુ તેના ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. એ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યું છે. તેમણે તેમના કરિયરની શરુઆત સિંગર તરીકે કરી હતી. તે પછી તેમણે ટેલીવિઝનમાં કામ કર્યુ હતું.

એડન કેન્ટોએ 'ધ ક્લીનિંગ લેડી' ની બે સીઝનમાં કામ કર્યું હતું

તમને જણાવી દઈએ કે 'ધ ક્લીનિંગ લેડી' ની બે સીઝનમાં કામ કર્યું હતુ. પછી તેમની તબીયત વધારે ખરાબ થવાના કારણે તે ત્રીજી સીઝનમાં કામ ન કરી શક્યા. પરંતુ તે પછી તેમની તબીયતમાં થોડો સુધારો આવતા ત્રીજી સીઝનમાં ભાગ લેવાના હતા. તેના માટે જલ્દીથી શૂટિંગ પણ ચાલુ થવાનું હતું, પરંતુ એવુ ન થયું. અને હવે એક્ટરને કો-સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 


Google NewsGoogle News