Get The App

અભિષેક બચ્ચને ડિવોર્સ પોસ્ટ કરી લાઈક, ટ્રેન્ડમાં આવ્યો 'Grey Divorce' શબ્દ, જાણો તે શું છે

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
અભિષેક બચ્ચને ડિવોર્સ પોસ્ટ કરી લાઈક, ટ્રેન્ડમાં આવ્યો 'Grey Divorce' શબ્દ, જાણો તે શું છે 1 - image


What is Grey Divorce: છેલ્લા ઘણા દિવસોથી અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય ચર્ચામાં છે. બોલિવૂડના પાવર કપલ કહેવાતા એશ્વર્યા અને અભિષેકની જોડી ખૂબ જ સુંદર અને પરફેક્ટ લાગે છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી તેમના ડિવોર્સના સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના વેડિંગ ફંક્શનમાં પણ એશ્વર્યા રાય પોતાની દીકરી આરાધ્યા સાથે એકલી પહોંચી હતી. હકીકતમાં તેમના ડિવોર્સ થવાની ખબરોએ ત્યારે વધુ જોર પકડ્યું જ્યારે અભિષેક બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી ડિવોર્સ સબંધિત એક પોસ્ટને લાઈક કરી દીધી હતી. ત્યારબાદથી જ ચાહકોને લાગી રહ્યું છે કે, તેમની વચ્ચે બધુ બરાબર નથી અને આ પાવર કપલ ડિવોર્સ લઈ શકે છે. 

વાત એમ છે કે, અભિષેકે જે પોસ્ટને લાઈક કરી હતી તે પોસ્ટ 'ગ્રે ડિવોર્સ' (grey divorce) સાથે સબંધિત હતી. આ પોસ્ટમાં તૂટેલા દિલની તસવીર બનાવવામાં આવી છે, જેમાં પતિ-પત્ની અલગ-અલગ ડાયરેક્શનમાં જતા નજર આવી રહ્યા છે. તસવીર પર લખ્યું છે- જ્યારે પ્રેમ સરળ નથી રહેતો. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ડિવોર્સ કોઈ પણ માટે સરળ નથી. કોણ હંમેશા ખુશ રહેવાના સપનું નથી જોતું? જોકે, કેટલાક અહેવાલો પ્રમાણે એ કન્ફર્મ થઈ ગયું છે કે, બોલિવૂડના આ પાવર કપલ વચ્ચે બધુ બરાબર છે અને તેઓ ડિવોર્સ નથી લઈ રહ્યા. અહીં જાણવા જેવી વાત એ છે કે, જે પોસ્ટના કારણે આ કપલ વચ્ચે ડિવોર્સની ચર્ચા આગની જેમ ફેલાઈ રહી હતી, તેનો અર્થ શું છે? અંતે શું હોય છે ગ્રે ડિવોર્સ? શું આ ડિવોર્સ લેવાની કોઈ નવી રીત છે? તો ચાલો જાણીએ 'Grey Divorce' અંગે ડિટેલ્સમાં જાણીએ...

શું હોય છે 'ગ્રે ડિવોર્સ'?

જ્યારે લગ્ન જીવનમાં કપલ વચ્ચે બધુ બરાબર ન ચાલી રહ્યું હોય ત્યારે ડિવોર્સ લઈને બંનેએ પોતાના રસ્તા અલગ કરી લેવા જોઈએ. લડી-ઝઘડીને એક સાથે રહેવું એ કોઈ પણ વ્યક્તિની મેન્ટલ સ્થિતિ માટે બરાબર નથી. સામાન્ય રીતે તો લોકો લગ્નના 5-10 વર્ષ સુધી સાથે રહ્યા પછી જ કોઈને કોઈ કારણસર ડિવોર્સ લઈ લે છે પરંતુ આજકાલ વૃદ્ધાવસ્થામાં પણ ડિવોર્સના કિસ્સાઓ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ગ્રે ડિવોર્સ શબ્દ હાલમાં ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યો છે. ગ્રે ડિવોર્સ એ છે જેમાં લોકો 40 કે 50 વર્ષની ઉંમર પછી એકબીજા સાથે ડિવોર્સ લઈને અલગ થઈ જાય છે. લાંબો સમય એકબીજા સાથે વિતાવ્યા બાદ કપલ અલગ થવાનું નક્કી કરે છે. ત્યાં સુધીમાં બાળકો પણ મોટા થઈ ગયા હોય છે. દાયકાઓ સાથે વિતાવ્યા પછી અને બાળકોને સાથે ઉછેર્યા પછી વૃદ્ધાવસ્થામાં અલગ થવું અને ફરીથી નવું જીવન શરૂ કરવું ખૂબ મુશ્કેલ હોય છે.

ગ્રે ડિવોર્સને સિલ્વર સ્પ્લિટર્સ અથવા ડાયમંડ ડિવોર્સ પણ કહેવામાં આવે છે. મોટા પ્રમાણમાં ગ્રે હેર અથવા સફેદ વાળોને જોડીને ઉલ્લેખ કરવામાં આવે છે, જે મોટા ભાગે 40-50 વર્ષની ઉંમર પછી સામાન્ય હોય છે. પશ્ચિમી દેશોમાં ગ્રે ડિવોર્સ ખૂબ પ્રચલિત છે. આ કોઈ નવો ટ્રેન્ડ નથી અને સમગ્ર વિશ્વમાં તેના મામલા ઝડપથી વધી રહ્યા છે.

ગ્રે ડિવોર્સ લેવાનું કારણ?

આ પ્રકારના ડિવોર્સ પાછળનું કારણ સામાજિક અને માનસિક તણાવ હોય છે. ઘણી વખત સંબંધોમાં બેવફાઈ અને ચીટિંગ કર્યા બાદ પણ લોકો માત્ર એટલા માટે જ સાથે રહે છે કારણ કે તેઓ પોતાના બાળકોને યોગ્ય રીતે ઉછેર કરવા માગતા હોય છે. જ્યારે બાળકો મોટા થઈ જાય અને આત્મનિર્ભર બની જાય છે ત્યારે કપલ ડિવોર્સ લઈને અલગ રહેવાનું શરૂ કરે છે. કેટલાક કપલ ગ્રે ડિવોર્સ માટે લેતા પોતાના બાળકોના મોટા થવાની રાહ જુએ છે. ફાયનાન્શિયલ ઈશ્યુ અંગે પરસ્પર સંમતિનો અભાવ, પૈસા સંબંધિત મતભેદો, પૈસા સંબંધિત બાબતોમાં કમાણી કરનાર દ્વારા જ નિર્ણય લેવા વગેરે કારણો પણ 40-50 વર્ષની ઉંમરે ગ્રે ડિવોર્સને જન્મ આપે છે.

આ બોલિવૂડ એક્ટર-એક્ટ્રેસે પણ લીધા છે ગ્રે ડિવોર્સ

કેટલાક બોલિવૂડ સ્ટાર્સે પણ ગ્રે ડિવોર્સ લીધા છે. તેમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા આમિર ખાન અને કિરણ રાવે પણ વર્ષ 2021માં ગ્રે ડિવોર્સ લીધા હતા. આ બંને 15 વર્ષ સાથે રહ્યા હતા. આ ઉપરાંત મલાઈકા અરોરા અને અરબાઝ ખાને પણ 20 વર્ષ સુધી વિવાહિત જીવન જીવ્યા બાદ વર્ષ 2017માં ડિવોર્સ લીધા હતા. અર્જુન રામપાલ અને મેહર જેસિયા પણ લગ્નજીવનના 21 વર્ષ સાથે વિતાવ્યા બાદ વર્ષ 2019માં ડિવોર્સ લઈને અલગ થઈ ગયા હતા. અમૃતા સિંહ, સૈફ અલી ખાન, ઋતિક રોશન, સુઝૈન ખાન વગેરેના નામ પણ આમાં સામેલ છે.


Google NewsGoogle News