અનુરાગ ક્શ્યપ પર જાતીય શોષણનો આરોપ મુકનારી
- પાયલ ઘોષ રામદાસ આઠવલેની પાર્ટીમાં સામેલ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.26 ઓકટોબર 2020, સોમવાર
બોલીવૂડના ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ મુકનારી અભિનેત્રી પાયલ ઘોષએ હવે રાજકારણમાં ઝંપલાવાનો નિર્ણય લીધો છે. તે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવેલીની પાર્ટીમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઇ)માં સામેલ થવાની છે.
રિપોર્ટ્સ અનુસાર પાયલને આરપીઆઇની મહિલા મોરચાની અધ્યક્ષ બનાવામાં આવી શકે એમ છે. આ સાથે પાયલ ઘોષના વકીલ પણ મહિલા મોરચા વિંગમાં પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી આપવામાં આવશે.
પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ મુકીને પોતાની સાથે પાંચ વરસ પહેલાની ઘટના જણાવી હતી. તેણે અનુરાગના વિરુદ્ધ મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ સમયે રામદાસ આઠવલેએ પાયલ અને કશ્યપના વિવાદમાં પાયલનું સમર્થન કર્યું હતું. એટલું જ નહીં મહારાષ્ટ્રના ગર્વનર ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત પણ કરાવી હતી અને પાયલને ન્યાય અને સુરક્ષા આપવાની માંગણી પર કરી હતી.
ત્યારથી જ પાયલ રામદાસ આઠવલેની પાર્ટીમા ંસામેલ થવાની છે એ ચર્ચા થવા લાગી હતી.