Get The App

અભિષેકે ઐશ્વર્યાને નિરસ બર્થ ડે વિશ કરતાં ચાહકો નારાજ

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
અભિષેકે ઐશ્વર્યાને નિરસ બર્થ ડે વિશ કરતાં ચાહકો નારાજ 1 - image


- અમિતાભના બર્થ ડે વખતે નિબંધ લખ્યો હતો

- આરાધ્યાની બર્થ ડે વિશની સ્પીચ વાયરલ થતાં  પણ ઐશ્વર્યા કન્ટ્રોલીંગ મધર તરીકે ટ્રોલ થઈ

મુંબઇ : ઐશ્વર્યા રાયના જન્મદિવસે અભિષેક બચ્ચને બેહદ સાદી, નિરસ અને ઔપચારિક જ સોશિયલ મીડિયા પોસ્ટ કરતાં ઐશ્વર્યાના ચાહકો તેનાથી નારાજ થયા છે. આ ઉપરાંત આરાધ્યાની મમ્મી વિશેની એક સ્પીચ વાયરલ થયા બાદ લોકોએ ઐશ્વર્યાને પણ કન્ટ્રોલીંગ મધર તરીકે ટ્રોલ કરી છે. લોકોએ એ વાતની પણ નોંધ લીધી છે કે ઐશ્વર્યા આ વખતે તેના બર્થ ડેએ માતા તથા પુત્રી સાથે દેખાઈ છે પરંતુ સાસુ-સસરા કે નણંદ સાથે તેની કોઈ તસવીરો નથી. 

અભિષેકે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની એક મોનો ક્રોમ ઈમેજ મૂકી હતી અને માત્ર હેપ્પી બર્થ ડે એવં- જ લખ્યું હતું. આ ઈમેજ જોઈ ચાહકો ભડક્યા હતાકેટલાકે લખ્યું હતું કે આ પોસ્ટમાં અભિષેકનો કોઈ પર્સનલ ટચ જ નથી. તેણે ડિઅર વાઈફ લખવાનું પણ ટાળ્યું છે. કેટલાક લોકોએ લખ્યું હતું કે હજુ ગઈ તા. ૧૧મી ઓક્ટોબરે અમિતાભનો જન્મદિન હતો ત્યારે અભિષેકે લાંબોલચ નિબંધ લખ્યો હતો. અને પત્ની માટે માત્ર હેપ્પી બર્થ ડે એવી નિરસ પોસ્ટ કરી છે. 

બીજી તરફ ઐશ્વર્યાએ પોતાના જન્મદિવસે એક કેન્સર હોસ્પિટલમાં હાજરી આપી હતી. તેમાં આરાધ્યાએ એક સ્પીચ આપી પોતાની માતાને બહુ ઉદારદિલ તથા સખાવતી ગણાવી તેનાં ભરપેટ વખાણ કર્યાં હતાં. પુત્રીની આ સ્પીચથી ઐશ્વર્યા ગદગદ થતી હોવાનું દેખાય છે. જોકે, લોકોએ આ સ્પીચ બાદ ઐશ્વર્યાને એક કન્ટ્રોલિંગ મધર તરીકે ટ્રોલ કરી છે અને જણાવ્યું છે કે આરાધ્યાની સ્પીચ એકદમ કૃત્રિમ તથા કોઈએ લખી આપી હોય તેવી લાગે છે. 

ઐશ્વર્યા જન્મદિવસે માતા તથા દીકરી સાથે સિદ્ધિ વિનાયકના દર્શને ગઈ હતી. અન્ય તસવીરોમાં પણ માતા તથા દીકરી જ દેખાય છે. અમિતાભ, જયા કે શ્વેતા કોઈ સાથે એક પણ તસવીર નથી. આ બાબતે પણ અનેક ચર્ચા થઈ રહી છે. 


Google NewsGoogle News