બિગ બોસ OTT 2 ફેમ અભિષેક મલ્હાનના 1.5 લાખ રૂપિયાની ચોરી

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
બિગ બોસ OTT 2 ફેમ અભિષેક મલ્હાનના 1.5 લાખ રૂપિયાની ચોરી 1 - image


 Image Source : @fukra_insaan/Instagram

નવી મુંબઇ,તા.23 ઓક્ટોબર 2023, સોમવાર 

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 ફેમ અભિષેક મલ્હાન વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 'બિગ બોસ ઓટીટી 2'ના રનર અપ અને પ્રખ્યાત યુટ્યુબર અભિષેક મલ્હાન રિયાલિટી શોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તે પોતાને લઇને સોશિયલ મીડિયા પર સતત અપડેટ આપતો રહે છે ત્યારે અભિષેકે તેના વ્લોગમાં એક વીડિયો શેર કર્યો છે.  

તેમણે વ્લોગ દ્વારા તેના ચાહકોને જણાવ્યું કે તેની બેગમાંથી 1.5 લાખ રૂપિયાની ચોરી થઈ છે.અભિષેકે તેના વ્લોગમાં વધુમાં જણાવ્યું કે, મારે કોઈને આઈફોન ગિફ્ટ કરવાનો હતો. આ માટે મેં પૈસા એક બેગમાં રાખ્યા, એરપોર્ટ ગયો, પ્લેનમાં બેગ લઈને સૂઈ ગયો, પછી ત્યાંથી કેબ લીધી અને સીધો હોટેલ આવ્યો પણ હવે એ પૈસા મારી બેગમાં નથી. ચોરાઈ ગયા છે. મારા પિતાએ મને ઘણી વખત સાવચેત રહેવા કહ્યું હતું.  હું ઈચ્છું છું કે હું થોડો વધુ સજાગ હોત તો વધુ સારુ હોત. 

અભિષેકે વધુમાં કહ્યું કે, હું વિશ્વાસ નથી કરી શકતો કે મેં આટલા પૈસા ગુમાવ્યા છે. મેં મારા જીવનમાં આટલી મોટી રકમ ક્યારેય રોકડમાં રાખી નથી.

અભિષેકનો આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. પોતાના વિચારો વ્યક્ત કરતી વખતે ચાહકોએ પણ અભિષેક માટે ચિંતા વ્યક્ત કરી હતી. ચાહકોએ અભિષેકને શાંત રહેવાની અને વધારે ચિંતા ન કરવાની સલાહ આપી હતી.

મહત્વનું છેકે, અભિષેક મલ્હાન બિગ બોસ OTT 2 માં જોવા મળ્યો હતો. આ શોમાં તે ફર્સ્ટ રનર અપ હતો. આ સિવાય તે યુટ્યુબ પર ખૂબ ફેમસ છે અને તેના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે.


Google NewsGoogle News