હાઉસફૂલ પાંચમાંથી અભિષેક બચ્ચનની એક્ઝિટ થઈ ગઈ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
હાઉસફૂલ પાંચમાંથી અભિષેક બચ્ચનની એક્ઝિટ થઈ ગઈ 1 - image


- અભિષેકે તારીખોનું બહાનું કાઢ્યું

- દાયકા પછી ફિલ્મોમાં પાછો ફરી રહેલો ફરદીન પણ આ ફિલ્મમાં અક્ષય સાથે દેખાશે

મુંબઇ : અક્ષય કુમારની 'હાઉસફૂલ ફાઈવ'માંથી અભિષેક બચ્ચનની એક્ઝિટ થઈ ગઈ છે. કેટલાક અહેવાલો અનુસાર અભિષેકે પોતાની પાસે તારીખો પ્રાપ્ય નહીં હોવાનું જણાવી ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો છે. 

બીજી તરફ અક્ષય કુમારની સાથે ફરદીન ખાન પણ આ ફિલ્મમાં કોમેડી કરતો જોવા મળશે. 

ફરદીન દસ વરસના લાંબા સમય પછી  બોલીવૂડમાં પાછો ફર્યો છે. તેણે અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'ખેલ ખેલ મેં'માં લંડનમાં શૂટિંગ કર્યું છે. તેમજ તેણે સંજય ગુપ્તાની  'વિસ્ફોટ'ફિલ્મ પણ સાઇન કરી છે. હવે અભિનેતા અક્ષય કુમાર સાથે કોમેડી ફિલ્મની ફ્રેન્ચાઇઝીમાં 'હાઉસફુલ પાંચ'માં  પણ જોવા મળશે. 

 ફિલ્મમાં અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ પાછલી ફિલ્મોની  પોતાની ભૂમિકાઓને આગળ વધારતા જોવા મળશે. ફિલ્મમાં બીજા કલાકારો પણ ઉમેરાશે. ફિલ્મનું બજેટ ૩૦૦ કરોડથી વધુ હશે તેવો દાવો થઈ  રહ્યો છે. 


Google NewsGoogle News