અભિષેક બચ્ચને 15 કરોડમાં છ ફલેટની ખરીદી કરી

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
અભિષેક બચ્ચને 15 કરોડમાં છ ફલેટની ખરીદી કરી 1 - image


- દર ચોરસફૂટે 31500ના ભાવે સોદો થયોે

- મુંબઈના બોરીવલીમાં આવેલી બિલ્ડિંગમાં છ ફલેટ સાથે 10 કાર પાર્કિંગ મળશે

મુંબઇ : અભિષેક બચ્ચને મુંબઈમાં બોરીવલીમાં એક  બિલ્ડિંગમાં છ ફલેટની સામટી ખરીદી કરી છે. આ સોદો કુલ ૧૫.૪૨ કરોડ રુપિયામાં થયો હોવાનું કહેવાય છે. 

છ ફલેટનું કુલ ક્ષેત્રફળ ૪૮૯૪ સ્કવેર ફૂટ છે. અભિષેકને ૩૧૪૯૮ના ભાવે આ ફલેટ મળ્યા હોવાનું જાણવા મળે છે.  તેમાંથી બે ફલેટ ૨૫૨ સ્કવેર ફૂટના છે, બે એપાર્ટમેન્ટ ૧૧૧૦ સ્કવેર ફીટ અને બે ૧૦૯૪ સ્કવેર ફૂટ ક્ષેત્રફળના છે. 

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે  પર જ આવેલી બિલ્ડિંગના ૫૭મા માળે અભિષેકે ફલેટ ખરીદ્યા છે. તેને ૧૦ કારનું પાર્કિંગ પણ મળ્યું છે. 

અભિષેક સમયાંતરે પ્રોપર્ટીની લે વેચ કરતો રહે છે. અગાઉ વરલીમાં તેણે ૨૦૧૪માં ૪૧ કરોડનો ફલેટ ખરીદ્યો હતો જે તેણે તાજેતરમાં ૪૫.૭૫ કરોડમાં વેચ્યો હતો. 

અભિષેકની સાથે સાથે અમિતાભ બચ્ચનનું પણ પ્રોપર્ટીમાં બહુ મોટું રોકાણ છે. અમિતાભે તાજેતરમાં જ અલીબાગમાં એક પ્રોપર્ટીમાં મોટું રોકાણ કર્યુ હોવાનું કહેવાય છે.


Google NewsGoogle News