અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ ફરી સાથે જોવા મળશે
- તેઓ મલાયમલ ફિલ્મની રીમેકમાં સાથે કામ કરશે
મુંબઇ : સાલ ૨૦૨૦માં મલયાલમ ભાષામાં બનેલી ફિલ્મ અય્યપનમ કોશિયુમ હિટ નીવડી હતી. હવે આ ફિલ્મની રીમેક બનાવાની મેકર્સોમાં હોડ લાગી છે.આ ફિલ્મની હિંદી અને તેલુગુ રીમેક બનાવાની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે.
ફિલ્મના અપડેટ અનુસાર, આ ફિલ્મમાં લીડ કાસ્ટમાં અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ જોવા મળવાના છે. જેમાં પૃથ્વીરાજ અને બીજુ મેનન મુખ્ય પાત્રો છે. પૃથ્વીરાજનો રોલ અભિષેક બચ્ચન અને બીજુ મેનનનો રોલ જોન અબ્રાહમ ભજવશે. ફિલ્મનું દિગ્દર્શન જગત શક્તિને આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવાની યોજના છે.
મલયાલમ ફિલ્મ અય્યપનમ કોશિયુમની તેલુગુમાં રીમેકની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ ફિલ્મ સાલ ૨૦૨૦માં રિલીઝ થઇ હતી, જે સુપરહિટ નીવડી હતી. આ ફિલ્મનું નિર્માણ જોન અબ્રાહમ કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે, અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ દોસ્તાના ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા.તેમની જોડી હિટ રહી હતી તેમજ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હતી.