Get The App

'જિંદગી ગોટાળે ચડી ગઈ છે...', ઐશ્વર્યા સાથે છૂટાછેડાના સમાચારો વચ્ચે જુઓ શું કહ્યું અભિષેક બચ્ચને

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
Abhishek Bachchan


Abhishek Bachchan: હાલમાં અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાય સાથેના છૂટાછેડાના સમાચારના કારણે ઘણી ચર્ચામાં છે. ત્યારે એક્ટરે તેની આગામી ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક'ના પ્રમોશન દરમિયાન જીવન વિશે વાત કરી હતી. એવામાં અભિષેકની જે કહ્યું તેને તેના સંબંધો બાબતે ચાલતી અફવા સાથે જોડવામાં આવી રહ્યું છે.  

'જિંદગી ગોટાળે ચડી ગઈ છે...': અભિષેક

અભિષેક બચ્ચને તેની આગામી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકના મ્યુઝિક લોન્ચ ઈવેન્ટમાં પોતાના જીવન વિશે વાત કરી હતી. તેમણે જીવન ગોટાળે ચડી ગયાનું સ્વીકારતા કહ્યું કે, 'જિંદગી તમને ખાતરી આપે છે કે દરેક માટે થોડી જગ્યા છે અને મને આશા છે કે આપણા બધાના જીવનમાં અમુક પ્રકારની સમાનતા હશે. આપણે બધા જીવનની મૂંઝવણમાં ફસાયેલા છીએ, આપણને જે કરવાનું કહેવામાં આવે છે તે જ કરી રહ્યા છીએ. આપણામાંથી કેટલાકને કોર્પોરેટ નોકરીઓ મળી છે, તો કેટલાક કલાકારો છે અને જીવન જ નિર્ધારિત કરે છે કે તમારે શું કરવું જોઈએ અને તમારે તે કેવી રીતે કરવું જોઈએ.'

આ પણ વાંચો: કંગના રણૌતે શાહરુખ ખાનના પુત્ર આર્યનના કેમ કર્યા વખાણ? કરણ જોહરે પણ પાઠવ્યા અભિનંદન

અભિષેક અને ઐશ્વર્યાના લગ્નને 17 વર્ષ થયા

અભિષેક બચ્ચનના અંગત જીવનની વાત કરીએ તો તેણે વર્ષ 2007માં ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કપલ વિશે એવી અફવાઓ ચાલી રહી છે કે તેમના સંબંધો પહેલા જેવા સારા નથી. આ અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે ઐશ્વર્યા રાયએ બચ્ચન પરિવાર વગર જ અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપી હતી. તેમજ ત્યારબાદ અભિષેક બચ્ચને 'છૂટાછેડા પોસ્ટ' લાઈક કરતા અફવાઓને વેગ મળ્યો હતો. 

'જિંદગી ગોટાળે ચડી ગઈ છે...', ઐશ્વર્યા સાથે છૂટાછેડાના સમાચારો વચ્ચે જુઓ શું કહ્યું અભિષેક બચ્ચને 2 - image


Google NewsGoogle News