Get The App

ઐશ્વર્યાની વધુ એક પોસ્ટમાં અભિષેક બચ્ચન ગેરહાજર

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
ઐશ્વર્યાની વધુ એક પોસ્ટમાં અભિષેક બચ્ચન ગેરહાજર 1 - image


- બંને વચ્ચે ખટરાગની ભારે ચર્ચા

- ઐશ્વર્યાએ પિતાના જન્મદિને શેર કરેલી તસવીરમાં આરાધ્યા છે પણ અભિષેક નહીં

મુંબઈ : બચ્ચન પરિવારમાં આંતરિક કલહની વાત ભારે ચર્ચા વચ્ચે ઐશ્વર્યા રાયની વધુ એક પોસ્ટમાં અભિષેક બચ્ચનની ગેરહાજરીથી અનેક સવાલો ઉઠયા છે. 

ઐશ્વર્યાએ દિવંગત પિતા કૃષ્ણરાજના જન્મદિને  એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેના પિતા સાથે તેની માતા ઉપરાંત આરાધ્યાની પણ તસવીર છે. પરંતુ, આ પોસ્ટમાં ક્યાંય અભિષેક બચ્ચનનો ફોટો કે ઉલ્લેખ પણ નથી. 

આ ફોટા બાદ કેટલાક યૂઝર્સએ સવાલ ઉઠાવ્યા છે કે ઐશ્વર્યાના બચ્ચન પરિવારના અન્ય સભ્યો સાથેના કે કમસેકમ અભિષેક સાથેના ફોટા પણ કેમ જોવા મળતા નથી. બંને વચ્ચે કોઈ અણબનાવ સર્જાયો છે કે શુ ંતેવી કોમેન્ટસ થઈ રહી છે. 

ઐશ્વર્યા છેલ્લા કેટલાય સમયથી તેની માતા સાથે જ જોવા મળે છે. ે તેના જન્મદિને પણ માતા અને આરાધ્યા જ તેની સાથે હતા. અભિષેક બચ્ચને ઐશ્વર્યાના જન્મદિને બહુ નિરસ અને ઔપચારિક પોસ્ટ જ મૂકી હતી. પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યાએ નવ્યા નંદાનો ઉલ્લેખ ટાળ્યો હતો તો શ્વેતાએ ઐશ્વર્યાનો ઉલ્લેખ ટાળ્યો હતો. અમિતાભ બચ્ચનના જન્મદિને પણ ઐશ્વર્યાએ બધાને ક્રોપ કરી માત્ર આરાધ્યાનો ફોટો રાખ્યો હતો. 

આ બધા સંકેતો પરથી લોકો એવું માની રહ્યા છે કે ઐશ્વર્યા ના દામ્પત્ય જીવનમાં બધું સમુસુતરું નથી. 


Google NewsGoogle News