અભિષેક અને ઐશ્વર્યાએ સાથે જ આરાધ્યાની બર્થ પાર્ટી કરી હતી
- બચ્ચન પરિવારના ચાહકોને હાશકારો
- પાર્ટીના ડેકોરેટરનો આભાર માનતો બંનેનો વીડિયો બહાર આવ્યો
મુંબઇ : ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન છૂટાછેડા લઈ રહ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે એવું બહાર આવ્યું છે કે ગત ૧૬મી નવેમ્બરે બંનેએ સાથે જ દીકરી આરાધ્યાની બર્થ ડે પાર્ટી મનાવી હતી.
આ બર્થ ડે પાર્ટીનાં સુંદર આયોજન તથા ખાસ તો પાર્ટી ડેકોરેશન માટે ઐશ્વર્યા અને અભિષેક ડેકોરેટરનો આભાર માની રહ્યાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે. તેના પરથી આ પાર્ટી વિશે લોકોને ખબર પડી છે.
અગાઉ આરાધ્યાના જન્મદિવસે અભિષેક કે ઐશ્વર્યાએ કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ ન મૂકતાં ચાહકો ચિંતામાં મૂકાયા હતા.
વીડિયો પરથી સ્પષ્ટ થાય છે તેમ અભિષેક આ પાર્ટીમાં સતત હાજર હતો અને તેણે એક પરફેક્ટ યજમાનની ભૂમિકા ભજવી હતી.
હવે ચાહકો અપેક્ષા સેવી રહ્યા છે કે અભિષેક અને ઐશ્વર્યા બંને ક્યાંક સાથે જોવા મળે અને છૂટાછેડાની અફવાઓ પર કાયમી પૂર્ણવિરામ મૂકાઈ જાય.