અનુષ્કા ફરી પ્રેગનન્ટ હોવાનો ઉલ્લેખ એબી ડી વિલિયર્સે ડિલિટ કર્યો
વાત વાતમાં ઉલ્લેખ કરી દીધો હતો
અનુષ્કા અને વિરાટ નારાજ થઈ જવાથી ઉલ્લેખ ડિલિટ કર્યાની ચર્ચા
મુંબઈ: અનુષ્કા શર્મા બીજી વાર માતા બનવાની હોવાની અટકળો લાંબા સમયથી છે. જોકે, તેણે કે વિરાટે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર ઘોષણા કરી નથી. પરંતુ, તાજેતરમાં ક્રિકેટર એબી ડી વિલિયર્સે વિરાટ ફરી પિતા બની રહ્યો હોવાનો ઉલ્લેખ વાતવાતમાં કરી દીધો હતો. હવે તેણે પોતાના વીડિયોમાંથી એટલો ઉલ્લેખ ડિલિટ કરી દીધો છે.
એબી ડી વિલિયર્સ વિરાટનો બહુ નજીકનો મિત્ર ગણાય છે. એક વીડિયો સંવાદ દરમિયાન તેણે વાત વાતમાં કહી દીધું હતું કે વિરાટ ફરીવાર પિતા બનવાનો છે એટલે તે આજકાલ તેના પરિવાર સાથે વધારે સમય ગાળે છે. ઈંગ્લેન્ડ સામેની પહેલી બે ટેસ્ટમાં વિરાટની ગેરહાજરી અંગે પૂછાતાં તેણે આ જવાબ આપ્યો હતો.
અનુષ્કાના છેલ્લા કેટલાય સમયના લૂક્સ પરથી તે પ્રેગનન્ટ હોવાની અટકળો વ્યક્ત થઈ રહી છે. તેના બેબી બમ્પની પણ કેટલીય તસવીરો સામે આવી છે. જોકે, વિરાટ અને અનુષ્કા બેહદ પ્રાઈવસીમાં માને છે. તેમણે હજુ સુધી તેમની દીકરી વામિકાનો ચહેરો પણ સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે દેખાડયો નથી.
ચાહકોની અટકળો અનુસાર વિરાટ કોહલીએ જ એબી ડી વિલિયર્સ સમક્ષ આ ઉલ્લેખ અંગે નારાજગી વ્યક્ત કરી હોવી જોઈએ. ડી વિલિયર્સે બીજા જ દિવસે પોતાના વીડિયો સેશનમાંથી આ પાર્ટ જ ડિલિટ કરી દીધો છે.
કેટલીક અટકળો અનુસાર અનુષ્કા આગામી એપ્રિલ માસમાં બીજાં સંતાનને જન્મ આપવાની છે.