આશિકી 3માં કાર્તિક આર્યન સાથે અભિનેત્રી માટે નવા ચહેરાની શોધ
- આ પહેલાં દીપિકા પદુકોણ અને જેનિફેર વિન્ગેટ નામ હતા
મુંબઇ : ફિલ્મ ભૂલ ભૂલૈયા ટુની સફળતા પછી કાર્તિક આર્યનના સિતારા બુલન્દી પર છે. કાર્તિક પાસે ઘણી ફિલ્મો છે. થોડા દિવસો પહેલા ઘોષણા કરવામાં આવી હતી કે, કાર્તિક આર્યન આશિકી ૩માં કામ કરવાનો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ બાસુ કરવાનો છે.
આશિકી ૩ની ઘોષણા સાથે જ કાર્તિક સાથે કઇ હિરોઇન કામ કરશે, તે જાણવાની સહુને ઉત્કંઠા છે. આ પહેલા દીપિકા પદુકોણ અને જેનિફર વિન્ગેટના નામની ચર્ચા હતી. પરંતુ હવે અપડેટ આવ્યા છે કે, કાર્તિક સામે હિરોઇન તરીકે કોઇ નવા ચહેરાની શોધ થઇ રહી છ.ે
સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, નિર્માતા મુકેશ ભટ્ટ આશિકી૩ માટે કાર્તિક સાથે એક નવા ચહેરાને લોન્ચ કરવાનો ઠછે. એકટ્રેસ માટે કાસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. કાર્તિક આર્યને આશિકી ૩ માટે વાત કરતાં જણાવ્યુ ંહતુ ંકે, આશિકી થોડીઘણી એવી છે, જેને હું જોઇને મોટો થયો છું. આશિકી ૩ માટે કામ કરવું એ મારા માટે એક શમણાનું સાચુ થવા સમાન છે.
હું પહેલાથી જ અનુરાગ બાસુનો પ્રશંસક છું.
ઉલ્લેખનીય છે કે, આશિકી ૧૯૯૦માં રિલીઝ થઇ હતી જેમાં રાહુલ રોય અને અનુ અગ્રવાલ લીડ રોલમાં જોવા મળ્યા હતા. ત્યાર પછી ૨૦૧૩માં મોહિત સૂરીના દિગ્દર્શનમાં આશિકી ટુમાં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની જોડી જોવા મળી હતી. હવે આશિકી ૩માં કાર્તિક આર્યન સાથે કઇ અભિનેત્રી જોડી બનાવે છે તે જોવું રહ્યું.