આશિકી-થ્રીનું ટાઈટલ તુ આશિકી હૈ, શશી-રેખાની બસેરાની રિમેક હશે

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
આશિકી-થ્રીનું ટાઈટલ તુ આશિકી હૈ, શશી-રેખાની બસેરાની રિમેક હશે 1 - image


- આશિકી થ્રી વિશે નવી અટકળો શરૂ 

- કાર્તિક સાથે તૃપ્તિ ડિમરી ઉપરાંત વધુ એક હિરોઈન પણ હશે તેવો દાવો

મુંબઇ : 'આશિકી થ્રી' બનાવવાની જાહેરાત જ્યારથી થઈ છે ત્યારથી તેના વિશે નવી ને નવી અટકળો સામે આવતી રહે છે. હવે નવા દાવા અનુસાર 'આશિકી થ્રી'ને 'તુ આશિકી હૈ' ટાઈટલ અપાયું છે. આ ઉપરાંત આ ફિલ્મ કોઈ ફ્રેશ સબ્જેક્ટ પર નહીં હોય પરંતુ શશી કપૂર અને રેખાની હિટ ફિલ્મ 'બસેરા'ની રિમેક હશે. 

'બસેરા'માં શશી કપૂર સાથે રેખા ઉપરાંત રાખી પણ હતી. તેના કારણે એવો દાવો થઈ રહ્યો છે કે 'આશિકી થ્રી'માં હિરો કાર્તિક આર્યન સાથે હિરોઈન તરીકે તૃપ્તિ ડિમરી ઉપરાંત વધુ એક હિરોઈન પણ હશે.  ફિલ્મના હિરો તરીકે કાર્તિક આર્યન કન્ફર્મ છે. હિરોઈન તરીકે તૃપ્તિ ડિમરીનું નામ લાંબા સમયથી ચર્ચાય છે. જોકે ફિલ્મના નિર્માતા મુકેશ ભટ્ટ એકથી વધુ વખત સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે પોતે હજુ સુધી ફિલ્મની હિરોઈન ફાઈનલ કરી નથી અને કાસ્ટિંગ વિશેની બધી અટકળો ખોટી છે. 


Google NewsGoogle News