Get The App

આશિકી થ્રી તૃપ્તિને ઓફર થયાની અફવાથી નિર્માતા નારાજ

Updated: Dec 28th, 2023


Google News
Google News
આશિકી થ્રી તૃપ્તિને ઓફર થયાની અફવાથી નિર્માતા નારાજ 1 - image


- કાર્તિક સાથે તૃપ્તિ ડિમરીની જોડીની અફવા

- મુકેશ ભટ્ટે સોઈ ઝાટકીને કહ્યું કે જ્યાં સુધી મ્યુઝિક ફાઈનલ નહીં થાય ત્યાં સુધી કલાકારો નક્કી નહીં

મુંબઈ : 'આશિકી થ્રી'માં કાર્તિક આર્યન સામે હિરોઈન તરીકે તૃપ્તિ ડિમરીને નક્કી કરી લેવામાં આવી હોવાના અહેવાલો વહેતા થતાં નિર્માતા મુકેશ ભટ્ટ ભારે નારાજ થયા હતા. તેમણે આ અફવા નકારી કાઢી હતી. 

કેટલાક અહેવાલો અનુસાર કાર્તિક સાથે હિરોઈન તર ીકે તૃપ્તિનું નામ નક્કી થઈ ગયું છે અને તેઓ આગામી જાન્યુઆરીથી શૂટિંગ શરુ કરી શકે છે. તાજેતરની 'એનિમલ' ફિલ્મ પછી તૃપ્તિને નેશનલ ક્રશનું નવું બિરુદ મળ્યું છે અને તેની લોકપ્રિયતા તથા અભિનય જોતાં તેને નક્કી કરી લેવામાં આવી હોવાનો દાવો કરાયો હતો. 

જોકે, નિર્માતા મુકેશ ભટ્ટે તરત જ આ દાવાઓને ફગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હજુ સુધી પોતે તૃપ્તિ ડિમરીને એકવાર પણ મળ્યા નથી. આથી તેને ફાઈનલ કરી લેવાઈ હોવાની અફવામાં કોઈ દમ નથી. 

તેમણે સાફ સાફ કહ્યુ ંહતું કે રાહુલ રોય અને અનુ અગ્રવાલ સાથે બનેલી 'આશિકી' અને પછી આદિત્ય રોય કપૂર તથા શ્રદ્ધા કપૂર સાથે બનેલી 'આશિકી ટૂ' આ બંનેમાં ફિલ્મનું સંગીત જ તેનો આત્મા હતો. એવું શાનદાર મ્યુઝિક ફાઈનલ નહીં થાય ત્યાં સુધી પોતે બીજા કોઈ કલાકાર પણ ફાઈનલ નહીં કરે. હિરો તરીકે કાર્તિક આર્યન કન્ફર્મ છે પરંતુ તેના સિવાય કોઈ કલાકાર ફાઈનલ થયા નથી. 

'આશિકી થ્રી'ની જાહેરાત જ્યારથી થઈ છે ત્યારથી તેની હિરોઈન તરીકે જુદાં જુદાં નામ ચર્ચાતાં રહ્યાં છે. હજુ થોડા સમય પહેલાં તારા સુતરિયા હિરોઈન તરીકે ફાઈનલ થઈ ચૂકી હોવાનું પણ ચર્ચાયું હતું. 

Tags :
Aashiqui-3

Google News
Google News