આશિકી ટૂ ની જોડી શ્રદ્ધા અને આદિત્ય વધુ એક ફિલ્મમાં સાથે આવશે
- મોહિત સૂરી ની રોમાન્ટિક ફિલ્મમાં સાથે કામ કરશે
- ભાણેજને બોલીવૂડમાં સેટ કરી દેવા માટે અજયે હોરર કોમેડીની હિટ ફોર્મ્યૂલા પસંદ કરી
મુંબઇ : 'આશિકી ટૂ'ની જોડી શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂર વધુ એક રોમાન્ટિક ફિલમમાં સાથે દેખાશે. મોહિત સૂરી આ ફિલ્મ બનાવી રહ્યો છે.
મોહિત સૂરીએ અત્યાર સુધીમાં 'આશિકી ટૂ' 'એક વિલન', 'એક વિલન રિટન્સ'ર્, 'કલયુગ', 'હાફ ગર્લફ્રેન્ડ', 'આવારાપન' અને 'હમારી અધૂરી કહાની 'જેવી રોમેન્ટિક ફિલ્મા બનાવી છે.
શ્રદ્ધા અને આદિત્ય 'આશિકી ટૂ ' પછી ૨૦૧૭માં ફિલ્મ 'ઓકે જાનૂ'માં જોવા મળ્યા હતા. હવે આઠ વર્ષ પછી તેઓ ફરી સાથે દેખાવાનાં છે.