આમિરની સિતારે ઝમીન પર આ વર્ષના અંતે રીલીઝ કરાશે

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
આમિરની સિતારે ઝમીન પર આ વર્ષના અંતે રીલીઝ કરાશે 1 - image


- એક્ટિંગમાં કમબેક પછીની પહેલી ફિલ્મ 

- ફિલ્મમાં આમિરનો લૂક નક્કી કરવા સમય લાગ્યો, સળંગ 80થી 90 દિવસ શૂટિંગ ચાલશે 

મુંબઇ : આમિર ખાનની ' સિતારે ઝમીન પર ' આ વર્ષના અંતે રીલીઝ થશે. એક્ટિંગમાં કમબેક પછીની આમિરની આ પહેલી ફિલ્મ હશે. 

આ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. તેની પ્રિ પ્રોડક્શન તૈયારીમાં બહુ સમય લાગ્યો હતો. ખાસ કરીને તેનો લૂક નક્કી કરવામાં ઘણો સમય વેડફાયો હતો. પરંતુ, હવે સળંગ ૮૦થી ૯૦ દિવસ સુધી શૂટિંગ ચાલવાનું છે. 

આમિરે અગાઉ તેની સુપરહિટ ફિલ્મ 'દંગલ' પણ ક્રિસમસમાં જ રીલીઝ કરી હતી. આઠ વર્ષ પછી ફરીવાર તેની ફિલ્મ ક્રિસમસ વખતે રીલીઝ થશે. 

અગાઉ,'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મની નિષ્ફળતાથી હતાશ આમિરે એક્ટિંગમાંથી બ્રેક લઈ લીધો હતો. તેણે 'સિતારે ઝમીન પર ' પહેલાં સલમાન ખાન તથા પછી ફરહાન અખ્તરને પણ ઓફર કરી હતી. બાદમાં પોતે જ ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું હતું. 


Google NewsGoogle News