આમિરની સિતારે જમીન પર પોસ્ટપોન : આવતા વર્ષે રિલીઝ થશે
- આ ફિલ્મમાં જૂના કલાકારોને રિપીટ ન કરતાં નવા કલાકારોને લેવામાં આવશે
મુંબઇ: આમિર ખાન હાલ ફિલ્મ લાપતા લેડીઝને લઇને ઓસ્કારની તૈયારી કરી રહ્યો છે. તેવામાં તેણે પોતાની આગામી ફિલ્મ સિતારે જમીન પર પણ એક અપડેટ આપ્યું છે. આ ફિલ્મને પહેલા ૨૦૨૪ના ડિસેમ્બરમાં રિલીઝ કરવાની વાત હતી. પરંતુ હવે આ ફિલ્મને ૨૦૨૫ના મધ્યમાં રિલીઝ કરવામાં આવશે. સીકવલની વાર્તા પૂરી નવી જ તૈયાર કરવામાં આવી છે અને એ મૂળ ફિલ્મનો આગલો ભાગ હશે.
આમિર ખાને જણાવ્યું હતું કે, અમે આ મહિનાના અંતમાં સિતારેજમીન પરનું પોસ્ટપ્રોડકશન કરશું અને આવતા વરસના મધ્યમાં ફિલ્મને રિલીઝ કરવાની યોજના છે.
આમિરે એમ પણ કહ્યુ ંહતુ ંકે, આ ફિલ્મ ૨૦૦૭ની ફિલ્મ તારે જમીન પરની સીકવલ હશે પરંતુ તેમાં ફિલ્મના એ કલાકારો નહીં હોય. આ વખતે સીકવલને હું નવા કલાકારો સાથે બનાવીશ.
આમિરપોતાની આગામી ફિલ્મમાં ભૂમિકા કરતો જોવા મળવાનો છે. તેણે કહ્યુ ંહતું કે, મારી પાસે ૩-૪ પ્રોજેક્ટ છે જેમાંથી એકમાં હું અભિનય કરવાનો છું.