આમિરની દીકરી આયરાના લગ્નની તૈયારી શરૂ
મુંબઇ : આમિર ખાનની પુત્રી આયરા નુપુર શિખારે સાથે આગામી તા. ૧૩મીએ રોજ પ્રભુતામાં પગલા પાંડશે. તેમના લગ્ન મુંબઇમાં જ થવાના છે, તેમજ આમંત્રિતોને નિમંત્રણ પણ મોકલાઇ ગયા છે. જેમાં બોલીવૂડના ટોચના કલાકારોના નામ હોવાની અપેક્ષા છે. આ લગ્નમાં બોલીવૂડ ઉપરાંત અન્ય કોર્પોરેટ ક્ષેત્રના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લગ્ન મુંબઇની એક વિશાળ જગ્યા પર સાંજના કરવામાં આવશે જ્યાં ૩૨૦૦ આમંત્રિતોનો સમાવેશ કરી શકાશે. લગ્નના આમંત્રણો મોકલી દેવામાં આવ્યા છે. લગ્નની પત્રિકામાં લખ્યું છે કે, અમારા બાળકો આયરા અને નૂપુરના લગ્નમાં તમને આમંત્રિત કરીએ છીએ. કૃપયા યુગલને આશીર્વાદ આપવા અમારી સાથે જોડાશો.