Get The App

આમિરની દીકરી આયરાના લગ્નની મહેંદી સલમાનના ઘરે થઈ

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
આમિરની દીકરી આયરાના લગ્નની મહેંદી સલમાનના ઘરે થઈ 1 - image


- સલમાન આયરાને સગી દીકરી માને છે

- સલમાને સામે ચાલીને કહ્યું હતું કે આ વિધિ પોતાના ઘરે જ થશે

મુંબઇ : આમિરની દીકરી આયરાની મહેંદી વિધી સલમાન ખાનના ઘરે થઈ હતી. આમિરનો સમગ્ર પરિવાર સલમાનના ઘરે પહોંચ્યો હોવાના ફોટા વાયરલ થયા હતા. 

આમિર અને સલમાન વચ્ચે સારી દોસ્તી છે, તેમજ સલમાન  આયરાને પોતાની પુત્રી સમાન ગણતો હોવાથી તેણે ઇરાના લગ્ન પહેલાના  મહેંદી સહિતના ફંકશન બાન્દ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતેના પોતાના ઘરે જ ગોઠવ્યાં હતાં. 

આયરાના લગ્ન નક્કી થયાં ત્યારે જ સલમાને સામે ચાલીને કહ્યું હતું કે આયરાનાં લગ્નની કેટલીક વિધિ તેના ઘરે યોજાશે. 

બોલીવૂડમાં સલમાનની આવી સામાજિક ચેષ્ટાઓના એક કરતાં અનેક દાખલા છે. દોસ્તો માટે તે હંમેશા સૌથી મોખરે રહે છે તેવી તેની છાપ છે. આમિર અને સલમાનની દોસ્તીના અનેક કિસ્સા પણ જાણીતા છે. આમિર ખાન અનેક વખત રાતોની રાતો સુધી સલમાનના ઘરે રોકાય છે. 


Google NewsGoogle News