આમિરની દીકરી આયરાના લગ્નનાં ફંકશન્સ શરુ થયાં
- ત્રીજી જાન્યુ.એ નુપુર સાથે લગ્ન
- આયરાની માતા રીના ઉપરાંત ઓરમાન માતા કિરણ પણ પ્રસંગોમાં ઉપસ્થિત
મુંબઈ : આમિરની દીકરી આયરાનાં આગામી તા. ત્રીજીએ નુપુર શિકરે સાથે લગ્ન થવાના છે. આ લગ્ન પહેલાંના વિવિધ પ્રસંગો શરુ થઈ ગયા છે.
લગ્નની જુદી જુદી ઈવેન્ટસ તથા પારિવારિક ગેટ ટૂ ગેધર સહિતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ બની હતી.
આયરાએ જાતે જ એક મહારાષ્ટ્રીયન વિધિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
તેમાં તેની માતા રીના દત્તા ઉપરાંત આમિરની એક્સ વાઈફ કિરણ રાવ તથા કિરણ અને આમિરનો દીકરો આઝાદ પણ આ પારિવારિક પ્રસંગમાં સામેલ થયા હોવાનું જણાયું હતું.
મહારાષ્ટ્રીયનોમાં કેલ્વન વિધિ થાય છે. તેમાં કેળાના પાન પર ભોજન પીરસાય છે. આયરાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે પોતે એક મહારાષ્ટ્રીયનને પરણી રહી છે અને તેથી આ વિધિ થઈ રહી છે.
આયરા અને શિખરના કેટલાક મિત્રોએ પણ આ વિધિની તસવીરો શેર કરી હતી. જોકે, વિધિના કોઈ ફોટામાં આમિર ખાન ક્યાંય નજરે ચઢ્યો ન હતો.