પુત્ર ઝુનૈદની ફિલ્મ લવયાપા સફળ થશે તો આમિર સિગારેટ છોડી દેશે
- લવયાપા ફિલ્માં ઝુનૈદ સાથે ખુશી કપૂરની જોડી
- આમિર પુત્રની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત, ઝુનૈદ અને ખુશીના મોંફાટ વખાણ કરી રહ્યો છે
મુંબઇ : આમિર ખાને કસમ ખાધી છે કે, તેના પુત્ર ઝુનૈદની બીજી ફિલ્મ 'લવયાપા 'બોક્સ ઓફિસ પર સફળ થશે તો પોતે આજીવન ધૂમ્રપાનનો ત્યાગ કરશે. પિતા આમિરને પુત્રની આ ફિલ્મથી બહુ આશા છે. આમિર આજકાલ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે જુદા જુદા મીડિયા સંવાદમાં આ ફિલ્મની સ્ટોરી તથા ઝુનૈદ અને ખુશીની એક્ટિંગનાં વખાણ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે 'મહારાજ' ફિલ્મમાં ઝુનૈદની એક્ટિંગના વખાણ થયાં હતાં. જોકે, 'આર્ચીઝ' ફિલ્મમાં ખુશીની એક્ટિંગમાં કોઈ દમ ન હોવાનું ત્યારે સમીક્ષકોએ નોંધ્યું હતું.
'લવયાપા' એક રોમેન્ટિક કોમેડી છે અને તે આગામી મહિને રીલિઝ થવાની છે.