લવયાપાના પ્રિવ્યૂ માટે આમિર, શાહરુખ, સલમાન એકઠા થયા
- સલમાન કડક સિક્યોરિટી સાથે પહોંચ્યો
- ત્રણેય ખાન સાથે એક ફિલ્મ કરે તેવી ડિમાન્ડ ચાહકોએ દોહરાવી
મુંબઇ : આમિર ખાનના પુત્ર ઝુનૈદની 'લવયાપા'નાં સ્ક્રિનિંગમાં સલમાન અને શાહરુખ ખાન પણ સામેલ થતાં ત્રણે ખાન એકઠા થયા હતા. ચાહકોએ આ પ્રસંગના વીડિયો જોઈ ત્રણેય ખાન કોઈ ફિલ્મમાં સાથે આવવાનું પ્લાન કરે તેવી ડિમાન્ડ દોહરાવી હતી.
સલમાન ખાનને ધમકીઓ મળતી હોવાથી તેણે જાહેર ઇવેન્ટસ અને શોઝમા ંજવાનું બંધ કરી દીધું છે. તેમ છતાં અભિનેતા કડક સિક્યોરિટી સાથે પહોંચ્યો હતો.
બન્ને મિત્રોને જોઇને આમિર ખાન ખુશીથી ઝૂમી ઉઠયો હતો, શાહરૂખ કારમાંથી ઊતર્યો કે આમિરે તરત જ તેને ભેટી પડયો હતો.
ઝુનૈદ પણ શાહરૂખને ભેટી પડીને આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે આમિર અને સલમાને પણ એકબીજાને ગળે લગાડયા હતા.
ઝુનૈદની પહેલી ફિલ્મ 'મહારાજ' ઓટીટી પર રીલિઝ થઈ હતી. મોટા પડદે રજૂ થનારી આ તેની પહેલી ફિલ્મ હશે. ખુશી કપૂર આ ફિલ્મમાં તેની હિરોઈન છે.