આમિર-કિરણે લાપત્તા લેડીઝને ઓસ્કર માટે પ્રચાર શરૂ કર્યો
- બંને અમેરિકામાં લોબિંગ માટે પહોંચ્યાં
- ભારત તરફથી મોકલાયેલી ફિલ્મને લોસ્ટ લેડીઝના ટાઈટલથી ઓળખાવાઈ રહી છે
મુંબઇ : આમિર ખાન અને કિરણ રાવ ન્યૂયોર્કમાં હાલ 'લાપતા લેડીઝ' માટે ઓસ્કર મેળવવા પ્રચાર અભિયાનની શરૂઆત કરીદીધી છે. બંને હાલ ન્યૂયોર્ક પહોંચ્યાં છે અને ત્યાં વિવિધ લોકોને મળી રહ્યા છે.
કિરણ રાવે બનાવેલી હલ્કી-ફુલ્કી કોમેડી ફિલમ 'લાપતા લેડીઝ'ને સપ્ટેમ્બરમાં ઓસ્કરમાં સર્વેશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાંઆવી હતી.
ફિલ્મને અમેરિકામાં 'લોસ્ટ લેડીઝ' તરીકે ઓળખાવાઈ રહી છે.
ઓસ્કર માટે સર્જકો પોતાની ફિલ્મનો પ્રચાર કરે તે બહુ સહજ છે. આ દરમિયાન ઓસ્કરની જ્યૂરીમાં સ્થાન ધરાવતા લોકો માટે સ્પેશ્યલ સ્ક્રિનિંગ યોજાય છે. આ ઉપરાંત ફિલ્મ માટે બઝ ઊભો કરવા વિશેષ ચર્ચાઓ, ટીવી શો વગેરેનું આયોજન થાય છે.
આમિરે ભૂતકાળમાં 'લગાન'ને ઓસ્કર મળે તે માટે પણ ભરપૂર પ્રચાર કર્યો હતો.