આમિર ખાન ફિલ્મ 'સિતારે જમીન પર'થી કરશે દમદાર વાપસી, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ

- આમિર ખાનની છેલ્લી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' સુપર ફ્લોપ સાબિત થઈ હતી, ત્યારબાદથી આમિર ખાને એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
આમિર ખાન ફિલ્મ 'સિતારે જમીન પર'થી કરશે દમદાર વાપસી, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 28 ફેબ્રુઆરી 2024, બુધવાર

Aamir Khan Comeback: મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પોતાની એક્ટિંગથી ચાહકોને દિવાના બનાવી દે છે. તે દરેક વખતે એક એવી ફિલ્મ લઈને આવે છે જે લોકોને ખૂબ પસંદ આવે છે. આમિર ખાનની છેલ્લી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' સુપર ફ્લોપ સાબિત થઈ હતી. ત્યારબાદથી આમિર ખાને એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. હવે મિસ્ટર પરફેક્શનિસ્ટ ફરીથી કમબેક કરવા જઈ રહ્યા છે. તેઓ આ જ વર્ષે વાપસી કરવા જઈ રહ્યા છે. આમિર ખાનનું કમબેક ક્રિસમસ 2024 પર થવા જઈ રહ્યું છે. તેમણે ખુદ પોતાના કમબેકને કન્ફર્મ કર્યું છે.

આમિર ખાનની દંગલ ફિલ્મ આઠ વર્ષ પહેલા ક્રિસમસ પર રિલીઝ થઈ હતી. હવે આમિરની 'સિતારે જમીન પર' ક્રિસમસ પર રિલીઝ થશે. ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' બાદ આમિર ખાને ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો.

ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે

આમિર ખાને કન્ફર્મ કર્યું છે કે સિતારે જમીન પર ક્રિસમસ પર રિલીઝ થશે. તેમણે કહ્યું કે, લીડ એક્ટર તરીકે મારી આગામી ફિલ્મ સિતારે જમીન પર છે. હાલમાં જ તેનું શૂટિંગ શરૂ થયું છે. અમે તેને આ વર્ષના અંત સુધીમાં ક્રિસમસના અવસર પર રિલીઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે એક એન્ટરટેનિંગ ફિલ્મ છે. મને સ્ટોરી ખૂબ પસંદ આવી. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

આમિરે આગળ કહ્યું કે, આ ઉપરાંત તમે મને અનેક ફિલ્મોમાં લીડ નહીં પરંતુ નાના રોલ્સમાં જોઈ શકશો. જોઈએ ઓડિયન્સ કેવી રીતે રિએક્ટ કરે છે. હું કેટલાક નાના રોલ્સ કરી રહ્યો છું.


Google NewsGoogle News