Get The App

આમિર ખાનને 'ટિંગૂ' કહીને બોલાવતા હતા, દિગ્ગજ અભિનેતાએ સ્વીકાર્યું કે હાઇટને લીધે ઇનસિક્યોર હતો

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
Aamir Khan


Aamir Khan was Insecure about His Height: આ પહેલીવાર નથી જ્યારે આમિરે હાઇટને લઈને પોતાની ઇનસિક્યોરિટી વિશે વાત કરી હોય. વર્ષ 2012માં તેની ફિલ્મ 'તલાશ'ના પ્રમોશન દરમિયાન અભિનેતાએ કહ્યું હતું કે, 'લોકો મને 'ટિંગૂ' કહીને બોલાવતા હતા, પરંતુ પાછળથી જયારે હું મારા ફેન્સ સાથે જોડાયો ત્યારપછી મને સમજાયું કે દેખાવથી કોઈ ફરક પડતો નથી.'

આમિરની હાઇટ બોલિવૂડના ફેન્સમાં ચર્ચાનો મુદ્દો

જ્યારે સુપરસ્ટાર આમિર ખાનને 'ધૂમ 3'માં કેટરિના કૈફ સાથે કાસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે બંને વચ્ચેની હાઇટનો તફાવતની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે લોકોએ આમિરની હાઇટને લઈને આટલી ચર્ચા કરી હોય. 5 ફૂટ 5 ઇંચ ઉંચો આમિર અન્ય સ્ટાર્સની જેમ બહુ ઊંચો નથી અને આ વાત ઘણીવાર બોલિવૂડના ફેન્સમાં ચર્ચાનો મુદ્દો બની જાય છે.

હવે આમિરે કહ્યું છે કે, 'એક સમયે હું મારી હાઇટને લઈને ખૂબ જ ઇનસિક્યોર હતો. મેં મારા કરિયરની શરૂઆત કરી ત્યારે મને લાગ્યું કે હતું કે કદાચ લોકો મને રિજેક્ટ ન કરી દે.' 

હાઇટ બાબતે આમિર હતો ઇનસિક્યોર

નાના પાટેકરની ફિલ્મ 'વનવાસ' સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને તેના પ્રમોશનના સંદર્ભમાં આમિર તેની સાથેની વાતચીતનો ભાગ બન્યો હતો. આ વાતચીતમાં નાનાએ આમિરને પૂછ્યું કે, 'શું તારી હાઇટના કારણે તેન ક્યારેય કોઈ 'ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ' થયો છે?' 

80ના દાયકાના અંતમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આમિરે કહ્યું, 'હા, મારી સાથે આવુ બન્યું છે. મને લાગતું હતું કે જો લોકો મારી હાઇટના કારણે મને ન સ્વીકારે તો શું થશે. પણ પાછળથી મને સમજાયું કે આ બધું મેટર નથી કરતુ. પરંતુ તે સમયે થોડી ઇનસિક્યોરિટી આવી જ જાય છે.'

આ પહેલીવાર નથી જ્યારે આમિરે પોતાની હાઇટને લઈને પોતાની ઇનસિક્યોરિટી વિશે વાત કરી હોય. વર્ષ 2012માં તેની ફિલ્મ 'તલાશ'ના પ્રમોશન દરમિયાન પણ તેણે કહ્યું હતું કે, 'લોકો મને 'ટિંગૂ' કહીને બોલાવતા હતા.'

આમિર ખાનને 'ટિંગૂ' કહીને બોલાવતા હતા, દિગ્ગજ અભિનેતાએ સ્વીકાર્યું કે હાઇટને લીધે ઇનસિક્યોર હતો 2 - image

aamir-khan

Google NewsGoogle News