Get The App

આમિર ખાને પહેર્યા ઝૂમકા, ટ્રોલર્સે કહ્યું- આ કેવી ફેશન છે?, જુઓ VIDEO

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
આમિર ખાને પહેર્યા ઝૂમકા, ટ્રોલર્સે કહ્યું- આ કેવી ફેશન છે?, જુઓ VIDEO 1 - image


Aamir Khan: બોલિવૂડ એક્ટર આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આમિર ખાન પોતાના મોટા દીકરા સાથે પાપારાઝીને પોઝ આપતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ તે પોતાના ચાહકો સાથે સેલ્ફી પણ લઈ રહ્યો છે. આમિર ખાને આ દરમિયાન ગ્રે કલરના કુર્તા સાથે બ્લેક કલરનો પટિયાલા પહેર્યો હતો. પરંતુ આ દરમિયાન આમિર ખાને કાનમાં પહેરેલા ઝૂમકાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. 


આ કેવી ફેશન છે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આમિર ખાને કાનમાં ઓક્સોડાઈઝના ઝૂમકા પહેર્યા છે અને તેને જોઈને લોકો દંગ રહી ગયા છે. યુઝર્સ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ટ્રોલર્સે લખ્યું કે, 'ઝૂમકા ગિરા રે બરેલી કે બજાર મે'. બીજાએ લખ્યું કે, 'અરે યાર આ કેવી ફેશન છે?' અન્ય એક યુઝરે લખ્યું કે, ચોક્કસ આ અપકમિંગ ફિલ્મનું પ્રમોશન હશે. એક્ટર ફિલ્મના પ્રમોશન માટે આવા જ અજીબો-ગરીબ લુક આપે છે. 

આ પણ વાંચો: શિવજીની શરણમાં સારા અલી ખાન, 2025ના પ્રથમ સોમવારે આ મંદિરમાં કર્યા દર્શન, જુઓ Photos

વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાન ટૂંક સમયમાં જ જેનેલિયા ડિસોઝા સાથે સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ 'સિતારે જમીન પર'માં દેખાશે. આ ફિલ્મ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ 'તારે જમીન પર'ની સિક્વલ છે. ત્યારબાદ તે રાજકુમાર સંતોષીના નિર્દેશનમાં બની રહેલી પીરિયડ-એક્શન ફિલ્મ 'લાહોર 1947' પણ પ્રોડ્યુસ કરશે. તેમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા છે. જુનૈદની 'લવયાપા' 7 ફેબ્રુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં જુનૈદ સાથે જાન્હવી કપૂરની બહેન ખુશી કપૂર પણ છે.


Google NewsGoogle News