આમિર ખાને રાજસ્થાનમાં રજનીકાંતની કુલીનું શૂટિંગ કર્યું
- સાઉથની ફિલ્મમાં આમિરનો કેમિયો હશે
મુંબઇ : આમિરખાને રજનીકાન્ત સાથેની ફિલ્મ 'કુલી'નું શૂટિંગ રાજસ્થાનમાં શરૂ કરી દીધું છે. આમિર જયપુરમાં શૂટિંગ કરીરહ્યો છે.આ ફિલ્મમાં તેનો એકશનથી ભરપુર કેમિયો છે. ફિલ્મનું દિગ્દર્શન લોકેશ કનગરાજ કરી રહ્યો છે. શ્રુતિ હાસન ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. છેલ્લા કેટલાય સમયથી આમિર આ ફિલ્મમાં કેમિયો કરી રહ્યો હોવાની અટકળો ચાલતી હતી. જોકે, આમિરે તેને સમર્થન આપ્યું ન હતું. આમિર અને રજનીકાન્ત ૩૦ વરસ પછી રૂપેરી પડદે ફરી સાથે કામ કરતાજોવા મળવાના છે. છેલ્લે તેમણે ફિલ્મ નિર્માતા દિલીપ શંકરની ૧૯૯૫ની 'આતંક હી આતંક'માં સાથે કામ કર્યુ હતું. જેમાં તેમની સાથે જૂહી ચાવલા, પૂજા બેદી, કબીર બેદી, ઓમ પુરી, અર્ચના જોગલેકર સહિતના કલાકાર હતા.