Get The App

જિંદગીનો ભરોસો નથી, કદાચ કાલે જ મરી જઉં: રિટાયરમેન્ટને લઈને આમિર ખાને કહી મોટી વાત

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
Aamir Khan


Aamir Khan About His Life: આમિર ખાને કહ્યું છે કે હવે મારી પાસે એક્ટિવ રહીને કામ કરવા માટે માત્ર 10 વર્ષ બાકી છે. આ પછી હું નિવૃત્ત થઈ જઈશ. અભિનેતા પાસે હવે ઓછો સમય બચ્યો હોવાથી તે આ સમયનો સારી રીતે ઉપયોગ કરવા માંગે છે. આમિરની અગાઉની રિલીઝ 'લાલ સિંહ ચઢ્ઢા' હતી, જે વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ, ત્યારબાદ તેણે એક્ટિંગમાંથી બ્રેક લીધો. જો કે, આમિર હવે ફિલ્મ 'સિતારે જમીન પર' ફિલ્મ માટે ચર્ચામાં છે.

આમિર ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 'મેં મારી જિંદગીમાં ક્યારેય એક સાથે છ ફિલ્મો નથી કરી. જેના અમુક કારણો હતા. આખરે જ્યારે મેં નક્કી કર્યું કે હું હજી ફિલ્મો નહીં છોડું, ત્યારે મને આગળનો વિચાર આવ્યો કે કદાચ આ મારા માટે કામ કરવા માટેના માત્ર 10 વર્ષ બાકી છે.

જિંદગીનો ભરોસો નથી, કદાચ કાલે જ મરી જઉં: આમિર

આ બાબતે આમિરે વધુમાં જણાવ્યું કે, 'જિંદગીનો કોઈ ભરોસો નથી, કાલે પણ મૃત્યુ આવી જાય. મારી પાસે આ રીતે એક્ટિવ થઈને કામ કરવા માટે માત્ર 10 વર્ષ જ બચ્યા છે. હું 59 વર્ષનો છું. મને નથી લાગતું કે હું 70 વર્ષની ઉંમરનો થઈ જઈશ તો પણ આ રીતે સ્વસ્થ રહીને કામ કરી શકું. આથી મેં વિચાર્યું કે મારે મારા આ 10 વર્ષનો સૌથી વધુ ઉપયોગ કરીને તેને વધુ પ્રોડક્ટિવ બનાવવા ઈચ્છુ છુ.'

'70 વર્ષની વયે નિવૃત્ત થતાં પહેલાં...'

આમિરે કહ્યું કે, 'જેમ જેમ મારી ઉંમર વધી રહી છે, હું લેખક, દિગ્દર્શક, તમામ ક્રિએટીવ લોકો... જે પ્રતિભામાં વિશ્વાસ કરું છું તેને સમર્થન આપવા માંગુ છું. હું 70 વર્ષની વયે નિવૃત્ત થતાં પહેલાં, હું પ્રતિભાશાળી લોકો માટે એક પ્લેટફોર્મ બનવા માંગુ છું જેમનામાં હું વિશ્વાસ કરું છું.'

જિંદગીનો ભરોસો નથી, કદાચ કાલે જ મરી જઉં: રિટાયરમેન્ટને લઈને આમિર ખાને કહી મોટી વાત 2 - image

aamir-khan

Google NewsGoogle News