શાહરુખ-સલમાન-આમિરના ફેન્સ માટે ગૂડ ન્યૂઝ, ખાન ત્રિપૂટી વચ્ચેનો સીક્રેટ કોન્ટ્રાક્ટ ચર્ચામાં
Bollywood News | આમિર ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાને એક ક્રોન્ટ્રાક્ટ કર્યો છે, જેના અનુસાર ખાન ત્રિપુટી એક ફિલ્મમાં સાથે કામ કરતી જોવા મળશે.
લગભગ છ મહિના પહેલા જ શાહરૂખ, સલમાન અને આમિરે એક સાથે બેઠા હતા ત્યારે તેમની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આમિરે એક વાતચીત દરમિયાન કહ્યું હતુ ંકે,અમે બેઠા હતા ત્યારે જ અમને આ વિચાર આવ્યો હતો કે અમારે સાથે કામ કરવું જોઇએ.
શાહરૂખ અને સલમાન પણ મારી સાથે સંમંત થયા છે અને અમને આશા છે કે, અમારે યોગ્ય જલદી જ એક સ્ક્રિપ્ટ મળશે. અમે ત્રણેય જણા સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ.
જોકે ખાન ત્રિપુટીને લઇને ફિલ્મ બનાવવી એટલે એક મેગા બજેટ ફિલ્મ બને એમાં કોઇ શક નથી.