સુશાંત સિંહ રાજપૂતના નિધનના ચાર વર્ષ બાદ આમિરખાને રિયા ચક્રવર્તીને કહ્યું- તને લોકો ખોટી સમજે છે કારણ કે...
Rhea Chakraborty and Aamir Khan On Sushant singh Rajput: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 4 વર્ષ વીતી ગયા છે. અભિનેતાના મૃત્યુ માટે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને જવાબદાર ગણવામાં આવી હતી. આ બાબતે ઘણો વિવાદ થયો હતો. એવામાં હવે રિયા ચક્રવર્તીએ તેના પોડકાસ્ટ ચેપ્ટર 2માં આમિર ખાન સાથે લાંબી વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી શું થયું. રિયાએ જણાવ્યું કે તે લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી અને હવે તેમાંથી બહાર આવી ગઈ છે. રિયા કહ્યું હતું કે મેં મીડિયાને કેટલાક ઇન્ટરવ્યુ આપ્યા હતા પરંતુ તેનો અનુભવ સારો ન રહેતા મેં પોતે જ પોડકાસ્ટ શરુ કર્યું.
રિયા ચક્રવર્તીએ આમિર ખાનને શું કહ્યું?
રિયા ચક્રવર્તીએ તેના પોડકાસ્ટમાં આમિર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'સુશાંતના મૃત્યુ બાદ હું લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. હવે મેં પોડકાસ્ટ ચેપ્ટર 2 સાથે મારા જીવનનો એક નવો અધ્યાય પણ શરુ કર્યો છે. જો કે, તે શરુ કરતી વખતે મારી તબિયતમાં સુધાર પણ થઈ રહ્યો હતો આથી મને સમય લાગ્યો. પીડા, ચિંતા, PTSD બધું જ સહન કર્યું છે. હું કોઈની સાથે વાત કરતી વખતે પણ ઉદાસી અનુભવતી હતી, પરંતુ આજે મને લાગે છે કે મારામાં નવી ઉર્જા છે. ડિપ્રેશન તમારા મન પર કબજો જમાવી લે છે, તેમાંથી બહાર આવ્યા પછી મને એવું લાગે છે કે ફરી સૂરજ ઉગ્યો છે.'
આ પણ વાંચો: 'તારક મહેતા...' ની 'બાવરી' લગ્નના 7 વર્ષ બાદ લેશે છૂટાછેડા, આ રીતે કરશે પુત્રીનો ઉછેર
આમિરે રિયાના વખાણ કર્યા
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 4 વર્ષ પછી, રિયા ચક્રવર્તીએ પોડકાસ્ટ ચેપ્ટર 2 સાથે તેના જીવનનો એક નવો અધ્યાય શરુ કર્યો છે. તાજેતરના એપિસોડમાં રિયા સાથે આમિર ખાન હતો. તેણે રિયાને પ્રોત્સાહન આપ્યું અને તેની હિંમતની પણ પ્રશંસા કરી. આમિરે કહ્યું, 'તમારી સાથે જે પણ થયું, હું તેને ટ્રેજડી કહીશ. તે ઘટના પછી તમે જે રીતે તમારું જીવન બદલ્યું, ધીરજ અને શક્તિ બતાવી, તમારે હિંમત ન હારવી જોઈએ. આપણે બધા આમાંથી ઘણું શીખી શકીએ છીએ. મને લાગે છે કે લોકો તમને આ ઘટનામાં ખોટા સમજે છે કારણ કે લોકોને આ બાબતે ખોટી માહિતી છે. હું આશા રાખું છું કે ધીમે ધીમે લોકો તમારું સત્ય પચાવી લેશે.'
આ પણ વાંચો: લવ એન્ડ વોરના શૂટિંગમાં રણબીર કપૂર હાજર, આલિયા ગેરહાજર
પોડકાસ્ટ શરુ કરવા પાછળનું કારણ
આમિરની વાત સાંભળ્યા બાદ રિયાએ જવાબમાં કહ્યું કે, રિયાએ આ પોડકાસ્ટ શરુ કરવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, 'એ અકસ્માત પછી મેં ઘણી વાર ઇન્ટરવ્યુ આપવાનો પ્રયત્ન કર્યો, પણ મને યોગ્ય ન લાગ્યું. તાજેતરમાં હું એક મોટા પોડકાસ્ટરના પોડકાસ્ટમાં ગઈ હતી, તેણે મને મિત્રોની જેમ આવીને વાત કરવાની ખાતરી આપી હતી. હું તમારી સાથે પત્રકાર જેવો વ્યવહાર નહીં કરું, હું પોડકાસ્ટર છું. પરંતુ તેણે મારી સાથે તેના કરતાં પણ ખરાબ રીતે કામ કર્યું, તેથી મેં તે પોડકાસ્ટને રિલીઝ થવા ન દીધું. મને એ તો ખબર છે કે પરંપરાગત મીડિયા કેવી રીતે કામ કરે છે, આથી હું ત્યાં મારા ગાર્ડસ સાથે લઈ જાવ છું. આથી તે દિવસે મેં નક્કી કર્યું કે મારે એક સુરક્ષિત જગ્યા બનાવવી છે જ્યાં હું લોકો સાથે વાત કરી શકું. આથી મેં મારું પોડકાસ્ટ શરુ કર્યું.'