આમિર ખાનના ઘર પર બુલડોઝર ફરવાની તૈયારી, જાણો આમ થવાનું કારણ
અમીર ખાન તેના પાલી વાળા ઘરનું રી-કસ્ટ્રક્ટ કરવાનો પ્લાન કરી રહ્યો છે
અમીરખાનના પાલી વાળા એપાર્ટમેન્ટ સિવાય પણ તેની પાસે બેલા વીસ્ટા અને મરીના એપાર્ટમેન્ટ પણ છે.
Image Twitter |
તા. 21 ઓક્ટોબર 2023, શનિવાર
Bollywood actor Aamir Khan : બોલીવુડ અભિનેતા અમીર ખાનની આમ તો ઘણી જગ્યાએ પ્રોપર્ટી છે. પરંતુ એક સમાચાર પ્રમાણે મિસ્ટર પરફેક્શનિસ્ટના મુંબઈ (Mumbai)ના પાલીમાં આવેલા હિલવાળા એપાર્ટમેન્ટ (Pali hill luxury apartment) પર બુલડોઝર ફરવાની તૈયારીમાં છે.
અમીર ખાન તેના પાલી વાળા ઘરનું રી-કસ્ટ્રક્ટ કરવાનો પ્લાન કરી રહ્યો છે
અમીરખાનના પાલી વાળા એપાર્ટમેન્ટ સિવાય પણ તેની પાસે બેલા વીસ્ટા અને મરીના એપાર્ટમેન્ટ પણ છે. એટલે કે આ અભિનતા પાસે મુંબઈના વિવિધ પોશ વિસ્તારમાં પ્રોપર્ટી આવેલી છે. આ બાબતે મળતી માહિતી પ્રમાણે અમીર ખાન તેના પાલી વાળા ઘરનું રી-કસ્ટ્રક્ટ કરવાનો પ્લાન કરી રહ્યો છે. તેમજ તેના માટે તેમણે એક કંપનીને એપ્રોચ પણ કરી છે.
બિલ્ડિંગને ડેમોલિશ કરાવી એરિયાને થોડો વધારીને નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે
આ બાબતે મળતી માહિતી પ્રમાણે એવુ સાંભળવા મળી રહ્યુ છે કે, બિલ્ડિંગને ડેમોલિશ કરાવ્યા બાદ એરિયાને હજુ પણ થોડો વધારીને નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે. જે 80 હજારથી 1 લાખ 25 હજાર રુપિયા સ્કે્વર ફુટ મુજબ તેની કિંમતનો છે. તમને જણાવી દઈએ કે, આ ઉપરાંત એવી પણ એક વાત આવી છે કે અમીર તેની મમ્મી સાથે ચેન્નઈ શિફ્ટ થઈ રહ્યા છે.
અમીર તેની મમ્મી સાથે ચેન્નઈ શિફ્ટ થઈ રહ્યા છે
એક માહિતી પ્રમાણે તેની મા ની તબિયત સારી ન હોવાના કારણે તે કેટલોક સમય માટે મુંબઈથી થોડો બહાર રહેશે. જો કે, માહિતી પ્રમાણેના આ સમાચારમાં કેટલી સત્યતા છે તે તો આવનારો સમય જ બતાવશે.