આમિર ખાનનો રોજ એક કલાક રિયાઝ, શું ગુલશન કુમારની બાયોપિક ‘મોગુલ’ની તૈયારી ચાલે છે?
આમિર ખાન હાલમાં સંગીત શિક્ષક પાસેથી ક્લાસિકલ મ્યૂઝિક સંગીત શીખી રહ્યા છે
દરરોજ આશરે 1 કલાક સુધી પ્રેક્ટિસ કરે છે, તેની પાછળ ‘મોગુલ’ નું કનેક્શન હોઈ શકે છે
Image Twitter |
તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર
આમિર ખાનને ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ કહેવામાં આવે છે. આ વાત તો જગ જાહેર છે. તે જે પણ પાત્રનો રોલ ભજવે છે, તેમા તેમની જાતને ખુંપી દે છે. પછી તે ‘દંગલ’ માં મહાવીર સિંહનો રોલ હોય કે પછી ‘ગજની’ ના સંજય સિંહાનિયાનો રોલ હોય, તેવો પુરે પુરા તેમા ઉતરી જાય છે. તેમની છેલ્લી ‘લાલ સિંહ ચડ્ડા’ ફ્લોપ થયા પછી તેમણે એક્ટિંગથી દુરી બનાવી લીધી હતી. પરંતુ હાલમાં તેઓ જે કામ કરી રહ્યા છે, જેના પરથી એવું અનુમાન કરી શકાય કે, તેઓ તેમની અપકમિંગ ફિલ્મ માટે તૈયારી કરી રહ્યા હશે. આવો જાણીએ કે આમિર ખાન ખરેખર હાલમાં શું કરી રહ્યા છે.
મ્યુઝિક શીખવાનું છે આ ફિલ્મ સાથે કનેક્શન
આમિર ખાન હાલમાં શોખ તરીકે ક્લાસિક્લ મ્યુઝિક શીખી રહ્યા છે કે પછી તેમની આગામી ફિલ્મ માટે તૈયારી કરી રહ્યા છે, એ તો આવનારા સમયમાં ખબર પડે. બાકી હાલમાં તો આપણે એક અંદાજો લગાવી શકીએ કે તેનું કનેક્શન ગુલશન કુમારની બાયોપિક ‘મોગુલ’ સાથે છે.
ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે આમિર
એક્ટિંગથી આટલો સમય દૂર રહ્યા બાદ આમિર હવે ફિલ્મને પ્રોડ્યુસ કરવાના છે. જેનું નામ લાહોર 1947 છે. તેમાં સની દેઓલ લીડ રોલમાં છે. રાજકુમાર સંતોષીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં આમિરનો કેમિયો હોઈ શકે છે. હાલમાં તેને લઈને હાલમાં કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી.