રાજામૌલીની નવી ફિલ્મમાંથી આમિર ખાનનું પત્તું કટ થઈ ગયું
- આમિરની જગ્યાએ પૃથ્વીરાજની ચર્ચા
- આમિરે વિલનના રોલ માટે રાજામૌલી સાથે બેઠકો કરી હતી પરંતુ મેળ ન પડયો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: 'બાહુબલી' અને 'આરઆરઆર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના સર્જક એસ. એસ. રાજામૌલની નવી ફિલ્મમાંથી આમિર ખાનનું પત્તું કટ થઈ ગયું છે. તેની જગ્યાએ મુખ્ય રોલ પૃથ્વીરાજ સુકુમારનને ઓફર કરાયો હોવાનું કહેવાય છે.
આ ફિલ્મનું કામચલાઉ શીર્ષક એસએસએમબી ૨૯ એવું છે. આ ફિલ્મ માટે આમિર ખાને રાજામૌલી સાથે મુંબઈમાં અનેક બેઠકો કરી હતી. પરંતુ, તેનો મેળ પડયો નથી. ફિલ્મમાં આમિર ખાનને નેગેટિવ ભૂમિકામાં રસ હતો. પરંતુ, તેનું સ્થાન પૃથ્વીરાજ સુકુમારને લીધું હોવાનું ચર્ચાય છે. જોકે, ફિલ્મની ટીમ હાલ કાસ્ટિંગ વિશે કશું પણ કન્ફર્મ કરવા તૈયાર નથી.
ફિલ્મમાં મહેશ બાબુ હિરો તરીકે છે. મહેશ બાબુ અને પૃથ્વીરાજ પહેલીવાર ઓન સ્ક્રીન સાથે દેખાવાના છે.
આમિર છેલ્લા કેટલાક સમયથી કોઈ સારા એક્શન રોલ માટે ધમપછાડા કરી રહ્યો છે. તેણે 'ધૂમ ફોર' માટે પણ પ્રયાસો કર્યા હતા પરંતુ ત્યા ંપણ તેની કારી ફાવી ન હતી.