આમિરે વર્ષો પછી ફરી મહાભારત પ્રોજેક્ટ પરથી ધૂળ ખંખેરી
- અનેક ભાગોમાં ફિલ્મ બનાવવાનો ઈરાદો
- આમિર વર્ષોથી આ પ્રોજેક્ટ જાહેર કર્યા કરે છે પરંતુ નક્કર પ્રગતિ થતી નથી
મુંબઇ : આમિર ખાને ફરી 'મહાભારત' પ્રોજેક્ટ પરથી ધૂળ ખંખેરી છે. આમિર વર્ષોથી આ ફિલ્મ બનાવવાનું સપનું સેવે છે. હવે તેણે ફરી એકવાર જાહેર કર્યું છે કે પોતે અનેક ભાગોમાં આ ફિલમ બનાવશે.
જોકે, આમિરે કબૂલ્યું છે કે તેની પાસે કોઈ સ્ક્રિપ્ટ તૈયાર નથી અને હજુ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં વર્ષો લાગશે. એક પ્રયોગ તરીકે આમિર અલગ અલગ ભાગનું દિગ્દર્શન અલગ અલગ ડાયરેક્ટરોને સોંપવા માગે છે.
તેણે કહ્યું હતું કે હું આ પ્રોજેક્ટ બનાવવામાં કોઈ ઉતાવળ કરવા માગતો નથી.
આમિર વર્ષે એકાદ ફિલ્મ માંડ કરે છે. તે વર્ષોથી 'મહાભારત' બનાવવાની જાહેરાત કર્યા કરે છે. હવે નવી જાહેરાત કર્યા બાદ તેમાં કોઈ પ્રગતિ થાય છે કે નહિ તે અંગે અટકળો સેવાય છે.