આમિરે દસ કરોડ,અમિતાભે સાત કરોડમાં ફલેટની ખરીદી કરી

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
આમિરે દસ કરોડ,અમિતાભે સાત કરોડમાં ફલેટની ખરીદી કરી 1 - image


- આમિરનું એક જ  બિલ્ડિંગમાં ફરી રોકાણ

- અભિષેકે બોરીવલીમાં જ્યાં ફલેટ લીધા તે જ બિલ્ડિંગમાં અમિતાભની પણ ખરીદી 

મુંબઈ : આમિર ખાને મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આશરે ૯.૭૫ કરોડમાં એક ફલેટની ખરીદી કરી છે. આ જ બિલ્ડિંગમાં પહેલેથી તેના કેટલાક ફલેટ્સ આવેલા છે અને તેણે ફરી અહીં જ રોકાણ કર્યું છે. એ જ રીતે અમિતાભ બચ્ચને પણ બોરીવલી વિસ્તારમાં સાત કરોડનો ફલેટ લીધો છે. આ જ બિલ્ડિંગમાં અગાઉ અભિષેક બચ્ચને પણ ૧૫  કરોડમાં છ ફલેટની ખરીદી કરી હતી. 

આમિરને રેડી ટૂ મૂવ ફલેટ માટે ૫૮ ૫ લાખ રુપિયાની સ્ટેમ્પ ડયૂટી ભરવી પડી છે અને તે ઉપરાંત બીજા ૩૦ હજાર રુપિયા તેણે રજિસ્ટ્રેશન ચાર્જ પેટે ચૂકવ્યા છે. આ ફલેટનું ક્ષેત્રફળ ૧૦૨૭ ચોરસ ફૂટ હોવાનું જાણવા મળ્યું છે. 

આમિર પાલી હિલ તથા  બાન્દ્રા વિસ્તારમાં કેટલીક પ્રોપર્ટી ધરાવે છે. તે સિવાય તેનું મહારાષ્ટ્રના પંચગણી ખાતે પણ એક વિશાળ ફાર્મ હાઉસ છે. આમિરે યુપી સહિત દેશનાં કેટલાંક રાજ્યોમાં પણ પ્રોપર્ટીમાં વિશાળ રોકાણ કર્યું છે. તેની પાસે દેશભરમાં આશરે ૧૮૬૨ કરોડની પ્રોપર્ટી હોવાનો અંદાજ છે. 

અભિષેકે બોરીવલીમાં જે બિલ્ડિંગમાં ૧૫ કરોડમાં છ ફલેટ લીધા ત્યાં જ અમિતાભે સાત કરોડમાં એક ફલેટ લીધો છે. આ ફલેટ ૨૧૮૮ ચોરસ ફૂટનો છે. અમિતાભ અને અભિષેક બંનેએ બિલ્ડિંગના ૫૭મા માળ પર ફલેટ લીધા છે. બચ્ચને આ ફલેટ માટે ૪૦.૭૨ કરોડની સ્ટેમ્પ ડયૂટી ચૂકવી છે.  હજુ થોડા દિવસો પહેલાં જ અમિતાભે અંધેરી વિસ્તારમાં ૬૦ કરોડ રુપિયામાં ત્રણ ઓફિસો ખરીદી હતી.


Google NewsGoogle News