બૂક લોન્ચમાં આમિર બંને ભૂતપૂર્વ પત્નીઓ સાથે દેખાયો
- મન્સૂર અલી ખાનની બૂક લોન્ચનું ફંકશન
- કિરણ અને રીનાએ હસી હસીને એકમેક સાથે ફોટા પણ પડાવ્યા
મુંબઇ : આમિર ખાન હાલમાં તેના ભાઈ મન્સૂરની બૂક લોન્ચનાં ફંકશનમાં તેની બંને ભૂતપૂર્વ પત્નીઓ કિરમ રાવ તથા રીના દત્તા સાથે જોવા મળ્યો હતો. કિરણ અને રીના બહુ સારી રીતે એકબીજાને હળ્યાંમળ્યાં હતાં અને બંનેએ હસી હસીને સાથે ફોટા પણ પડાવ્યા હતા.
આમિર ખાનના ભાઇ મન્સુર ખાનનાં પુસ્તક 'વન ઃ ધ સ્ટોરી ઓફ ધ અલ્ટીમેટ મિથ'ની લોન્ચ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં આમિરની બન્ને એક્સ વાઇફ રીના દત્તા અને કિરણ રાવ જોવા મળી હતી. ઇવેન્ટમાં બન્ને એક બીજા સાથે હસતી જોવા મળી હતી.
એટલું જ નહીં આ બન્ને જણીઓએ પાપારાત્ઝીઓને પોઝ આપ્યા હતા. આ બંનેના સાથે ફોટા વાયરલ થતાં લોકોએ આ કેવી સૌતન છે એમ કહી ટિપ્પણી પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આમિરે ૧૮ એપ્રિલ ૧૯૮૬ના રોજ રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. તેમને ઝુનૈદ નામનો પુત્ર અને ઇરા નામની પુત્રી છે. ૧૬ વરસના લગ્નબંધન પછી બન્નેએ છુટાછેડા લીધા હતા. ૨૮ ડિસેમ્બર ૨૦૦૫માં આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા.૨૦૨૧ની જુલાઇમાં તેમણે છુટા પડી ગયા હોવાની ઘોષણા કરીહતી. જોકે આમિર ખાન આજ પણ બન્ને પત્નીઓ સાથે મનમેળાપ ધરાવે છે.