બોલિવૂડમાં ફેમસ કપૂર ખાનદાનનો લાડલો વરરાજા બનવા તૈયાર, લોલો-બેબોના ભાઈના આ તારીખે લગ્ન
Aadar Jain and Alekha Advani Wedding Date: કપૂર ખાનદાનમાં ટૂંક સમયમાં શરણાઈ વાગશે. કરીના અને કરિશ્મા કપૂરનો પિતરાઈ ભાઈ આદર જૈન ટૂંક સમયમાં પોતાની લેડી લવ અલેખા સાથે લગ્નના બંધનમાં બંધાશે. એક અહેવાલ પ્રમાણે આદર અને અલેખાના લગ્ન આગામી વર્ષ 2025ની શરૂઆતમાં થશે. બંને ફેબ્રુઆરી 2025માં સાત ફેરા લઈને હંમેશા માટે એક થઈ જશે. અહેવાલ પ્રમાણે આદર અને અલેખાએ પોતાના સબંધીઓ અને નજીકના મિત્રોને ફેબ્રુઆરીની 20-21 તારીખ તેમના માટે બુક કરી રાખવા માટે કહ્યું છે. તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે, 20-21 ફેબ્રુઆરીના રોજ જ આદર અને અલેખા લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન મુંબઈમાં જ થશે.
વરરાજા બનવા તૈયાર કરીના-કરિશ્માનો ભાઈ
જોકે, બંનેમાંથી કોઈએ પણ પોતાના લગ્નની તારીખ કન્ફર્મ નથી કરી. પરંતુ આદર અને અલેખાની વેડિંગ ડેટ સામે આવતા જ ચાહકો ખૂબ એક્સાઈટેડ થઈ ગયા છે અને આ લવ બર્ડ્સને દુલ્હો-દુલ્હન બનતા જોવા માટે આતુર છે.
રોકા સેરેમનીમાં આખો કપૂર પરિવાર જશ્નમાં ડૂબ્યો હતો
તમને જણાવી દઈએ કે, ગત મહિને 23 નવેમ્બરના રોજ આદર અને અલેખાની રોકા સેરેમની યોજાઈ હતી. આ રોકા સેરેમનીમાં આખો કપૂર પરિવાર જશ્નમાં ડૂબ્યો હતો. બંનેના રોકા સેરેમનીની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. કરીના પોતાની થનાર નવી ભાભી અલેખાની આરતી ઉતારતી જોવા મળી હતી, જ્યારે રણબીર અને કરિશ્મા અલેખાને તિલક કરતા નજર આવ્યા હતા.
અલેખા પહેલા આદર જૈનનું નામ અભિનેત્રી તારા સુતરિયા સાથે જોડાયું હતું. બંને લગભગ 4 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા અને પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.