જાણીતા 'વિલન' નું 48 વર્ષની ઉંમરે હાર્ટએટેકથી નિધન, સાઉથ ફિલ્મ જગતને લાગ્યો ઘેરો આઘાત
Image : Facebook |
Daniel Balaji Passes Away: ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સાઉથ ફિલ્મોના ફેમસ એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન થઈ ગયુ છે. તેણે 48 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. એક્ટરના મોતનું કારણ હાર્ટએટેક જણાવાઈ રહ્યુ છે. ડેનિયલ બાલાજીએ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને ચાહકોના દિલ જીત્યા હતા. કાખા કાખા, પોલાધવન, વેટ્ટૈયાડુ વિલાયાડુ અને વડા ચેન્નઈ જેવી ઘણી ફિલ્મોમાં તેમની શાનદાર એક્ટિંગ જોવા મળી હતી. તેના અચાનક નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો છે. તેના ચાહકો પણ આ સમાચારથી ખૂબ દુ:ખી છે અને એક્ટરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
હોસ્પિટલમાં નિધન થયુ
રિપોર્ટ્સ અનુસાર સાઉથ એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન શુક્રવારે રાત્રે હાર્ટએટેક આવવાથી થયું. તેના મૃત્યુની જાણકારી સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે ડેનિયલને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી જેના કારણે તેને ચેન્નઈના કોટ્ટિવકમમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા. તેના નિધનથી ચાહકોને ખૂબ દુ:ખ પહોંચ્યું છે.
રમેશ બાલાએ કરી પોસ્ટ
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ સોશિયલ મીડિયા એક્સ પર જાણકારી આપતા લખ્યું, ચોંકાવનારુ! અભિનેતા #ડેનિયલબાલાજીનું હાર્ટએટેકથી નિધન થઈ ગયુ છે. તે 48 વર્ષનો હતો. શાનદાર એક્ટર. મળતી માહિતી અનુસાર ડેનિયલ બાલાજીના અંતિમ સંસ્કાર 30 માર્ચે પુરસાઈવાલકમમાં તેના નિવાસ પર કરવામાં આવશે. એક્ટરના નિધનથી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક પ્રસરી ગયો છે.
આ ફિલ્મોમાં નજર આવ્યા હતા
ડેનિયલ બાલાજીને વેટ્ટૈયાડુ વિલાયાડુ, થંબી ઈન વાડા ચેન્નઈમાં પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતો હતો. તેણે પોતાની એક્ટિંગની શરૂઆત ફેમસ શો 'ચિથી'થી કરી હતી. જે બાદ તેણે કાખા કાખા, પોલાધવન, વેત્તૈયદુ વિલાયડૂ અને વડા ચેન્નઈ જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવી હતી. એક્ટર હોવાની સાથે-સાથે ડેનિયલ ધર્મનિષ્ઠ વ્યક્તિ હતો. રિપોર્ટ અનુસાર એક્ટર અવાડીમાં એક મંદિરનું નિર્માણ કરાવી રહ્યા હતા. તેના અચાનક નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.