ક્રિકેટમાં હોસ્ટિંગ બદલ ટ્રોલિંગનો શિકાર થઈ હતી જાણીતી અભિનેત્રી!!! DDLJમાં કરી ચૂકી છે અભિનય
Image Social media |
Mandira Bedi: અભિનેત્રી હોવા ઉપરાંત મંદિરા બેદી સ્પોર્ટ્સ એન્કર પણ છે. તે ખૂબ જ સરળતા સાથે ક્રિકેટ કોમેન્ટ્રી કરી શકે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન મંદિરાએ રસપ્રદ ખુલાસો કર્યો કે, તેણે ક્રિકેટ કોમેન્ટ્રી કેવી રીતે શરૂ કરી. તેને ક્રિકેટ હોસ્ટિંગમાં ટ્રોલ કરવામાં આવતી હતી.
મંદિરા બેદીએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત 'શાંતિ' સિરીયલથી કરી હતી. દર્શકોએ તેને શાંતિના રોલમાં ખૂબ પસંદ કરી હતી. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં મંદિરાએ કહ્યું કે, મને એક્ટિંગ ગમે છે, તેટલું જ મને ક્રિકેટ જોવું પણ ગમે છે. હું 2002માં ચેમ્પિયન્સ ટ્રોફી જોવા શ્રીલંકા પહોંચી હતી.
મંદિરાએ કહ્યું કે, મને શ્રીલંકામાં સોની ચેનલના લોકોએ જોઈ હતી, બાદમાં ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા તેમણે મને તેમની ઓફિસ બોલાવી અને મારું ઓડિશન લીધું, સેંકડો મહિલા એન્કરોને હરાવીને મને એન્કરિંગની ભૂમિકા મળી.
મંદિરા બેદીને ક્રિકેટ હોસ્ટ કરવા માટે ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ વિશે અભિનેત્રી કહે છે, તે દિવસોમાં આજના જેવું સોશિયલ મીડિયા નહોતું, પરંતુ તેમ છતાં ચેનલે મને મારા વિશે આવતી કમેન્ટ્સ વાંચવાની મનાઈ કરી હતી.
મંદિરાએ કહ્યું, જુઓ તમે દુનિયામાં બધાને ખુશ નહીં રાખી શકો. એવું જરૂરી નથી કે, તમે જે કરો છો તે દરેકને ગમતું હોય. તેથી જે તમને જે પસંદ હોય તે કરો, તેમના માટે ખુશ રહો.
મંદિરા બેદીને પૂછવામાં આવ્યું કે, શું ક્રિકેટ હોસ્ટિંગની તેની અભિનય કારકિર્દી પર કોઈ નકારાત્મક અસર પડી છે. આ સવાલના જવાબમાં અભિનેત્રી કહે છે, અલબત્ત લોકો ભૂલી ગયા હતા કે, હું અભિનેત્રી છું, અને અભિનય પણ કરી શકું છું. મને જે રોલ ઓફર કરવામાં આવી રહ્યા હતા, તે પણ સ્પોર્ટ્સ સંબંધિત રોલ હતા.