લિપલૉકથી બચતી જાણીતી અભિનેત્રીએ ભૂલથી કરી કિસ! પછી ધડાધડ વોમિટ કરવા લાગી
Image: Facebook
Raveena Tandon No Kissing Policy: ફિલ્મી દુનિયામાં એક તરફ સ્ક્રીન માટે કહાનીઓ તૈયાર કરવામાં આવે છે તો બીજી તરફ અસલી જિંદગીમાં પણ સ્ટાર્સની કહાનીઓ રસપ્રદ હોય છે. ફિલ્મોના શૂટિંગથી ઘણા મજેદાર કિસ્સા સાંભળવા મળે છે. જેમાં અમુક ચોંકાવનારા પણ હોય છે. આવું જ કંઈક એક વખત બોલિવૂડ હસીનાની સાથે થયુ હતુ. આ એક્ટ્રેસ સ્ક્રીન પર લિપલોક વાળા સીન્સ કરવાનું ટાળતી રહી પરંતુ એક વખત પોતાના જ કો-એક્ટરને ભૂલથી કિસ કરી બેઠી.
આ એક્ટ્રેસ કોઈ અન્ય નહીં પરંતુ 90ના દાયકાની પોપ્યુલર હસીના રવીના ટંડન છે. ફિલ્મ 'પથ્થર કે ફૂલ' (1991) થી બોલિવૂડ ડેબ્યૂ કરનારી રવીના ટંડન આજે પોતાનો બર્થડે મનાવી રહી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે એક્ટ્રેસે પોતાના કરિયર શરૂઆતી દિવસોથી હંમેશા નો-કિસિંગ પોલિસીને ફોલો કરી છે. રવીના ટંડને એક ઈન્ટરવ્યૂમાં તેની કિસિંગ પોલિસીનો ચોંકાવનારો કિસ્સો સંભળાવ્યો.
આ પણ વાંચો: 'બેંક બેલેન્સ '0' થઈ ગયું ત્યારે પત્નીએ મને...', ડિપ્રેશનના સમયને યાદ કરીને કપિલ શર્માએ શેર કર્યો અનુભવ
ભૂલથી કિસ થઈ ગઈ હતી
રવીના ટંડને પહેલા નો કિસિંગ પોલિસીને લઈને કહ્યું હતું, તે દિવસોમાં કોઈ કોન્ટ્રાક્ટ કે કંઈ પણ નહોતું પરંતુ મે ક્યારેય આવું કર્યું નથી. હું સ્વસ્થ નહોતી. મને યાદ છે કે હું એક મેલ એક્ટરની સાથે થોડો મુશ્કેલ સીન કરી રહી હતી અને ભૂલથી કિસ થઈ ગઈ હતી. તેની જરૂર પણ નહોતી. આ એક ભૂલ હતી.
કિસ બાદ રવીનાને થઈ ગઈ હતી વોમિટ
રવીનાએ આગળ જણાવ્યું કે 'ભૂલથી કિસ થયા બાદ હું વોમિટ કરવા લાગી હતી. હું પોતાના રૂમમાં ગઈ અને વોમિટ કરી દીધી કેમ કે હું સ્વસ્થ નહોતી. શોટ ખતમ થયો અને હું ઉપર ગઈ તો મને વોમિટ થવા લાગી. હું તેને સહન કરી શકી નહીં. મે બ્રશ કર્યું અને મને મારું મોઢું સો વખત ધોવાનું મન થઈ રહ્યુ હતુ. બાદમાં મારા કો-એક્ટરે આ ભૂલ માટે મારી માફી પણ માગી હતી.'