વર્ષોથી જાણીતો અભિનેતા ગર્લફ્રેન્ડ સાથે લિવઈનમાં રહે છે, પત્નીથી લઈ ચૂક્યો છે છુટાછેડાં
Imran Khan is living in a live-in relationship : વર્ષ 2000થી એક્ટર ઈમરાન ખાને 'જાને તૂ યા જાને ના' ડેબ્યુ કર્યું. તેણે પોતાના ચાર્મિંગ લુકના કારણે ઘણી ફીમેલ ચાહકોના દિલ જીતી લીધા હતા. પરંતુ કેટલાક વર્ષોથી આ ગાયબ છે. મોટા પરદેથી દૂર છે. જોકે, હવે તે ફરી એકવાર કમબેક કરવા માંગે છે, પરંતુ હાલમાં તેની પાસે કોઈ પ્રોજેક્ટ નથી કે, જેના પર તે કામ કરી શકે.
આ પણ વાંચો : મિકાએ ઉદિત નારાયણની કિસ કોન્ટ્રોવર્સીની ઠેકડી ઉડાડતાં કહ્યું - હું તો જવાન હતો પણ...
ઈમરાને પત્નિ અવંતિકા મલિકને છૂટાછેડા આપ્યા છે
હાલમાં જ ઈમરાન એક પોડકાસ્ટમાં જોવા મળ્યો હતો. મોર્ડન ડેટિંગ કોન્સેષ્ટને લઈને તેણે ખુલ્લીને વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઈમરાને પત્નિ અવંતિકા મલિકને છૂટાછેડા આપી દીધા છે. હવે આ એક્ટર લેખા વોશિંગટન સાથે લિવ ઈન રિલેશનમાં રહે છે. ઈમરાને લેખા સાથે પહેલા મુલાકાતને યાદ કરતાં કહ્યું કે, અમે બંને એક સારા મિત્રોના ગ્રુપનો ભાગ હતા.
'લેખાનો પૂર્વ જીવનસાથી મારો ખૂબ જૂનો સ્કૂલનો મિત્ર હતો'
લેખાનો પૂર્વ જીવનસાથી મારો ખૂબ જૂનો સ્કૂલનો મિત્ર હતો. એટલે અમે બંને એક જ ગ્રુપનો ભાગ હતા. જ્યારે અમે બંનેએ સંબંધોની શરુઆત કરી હતી તો અમે અલગ- અલગ ઘરમાં રહેતા હતા.
આ પણ વાંચો : 'કોઈ માઈનો લાલ મને અને...' ગોવિંદા સાથે છુટાછેડાની અફવા વચ્ચે સુનિતાએ તોડ્યું મૌન
'આપણે સાથે રહેવાનો પ્રયાસ કરવો જોઈએ'
"થોડા સમય પછી, લેખાએ મને કહ્યું કે આપણે સાથે રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. અમારા બંનેના જીવન જીવવાની રીત ખૂબ જ અલગ છે. મારી પાસે ઘણી બધી વસ્તુઓ છે, પણ લેખા કહે છે કે મારી પાસે તું છે."