શક્તિ કપૂરે 12 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરવા રીતસરની ભીખ માગી હતી, જાણો રસપ્રદ કિસ્સો
Image: Facebook
Shakti Kapoor Shivangi Kolhapure Love Story: શક્તિ કપૂર બોલિવૂડનો જાણીતો વિલન રહી ચૂક્યો છે. તેણે ફિલ્મ કારકિર્દીમાં અનેક સારા રોલ કર્યા છે. જો કે તેની પર્સનલ લાઈફ હંમેશા લાઈમલાઈટથી દૂર રહી છે. શક્તિ કપૂરે એક્ટ્રેસ શિવાંગી કોલ્હાપુરે સાથે લગ્ન કર્યાં હતાં. બંનેના લગ્નને 43 વર્ષ થઈ ગયા છે. આ અંગે એક ઈન્ટરવ્યૂમાં શક્તિ કપૂરે જણાવ્યું છે કે કેવી રીતે તેણે લગ્ન માટે શિવાંગી સામે ભીખ માગી હતી.
શક્તિ કપૂરે કહ્યું, 'હું તેને મળ્યો. તે ચાઈલ્ડ આર્ટિસ્ટ હતી અને હું ફિલ્મમાં એક વુદ્ધ વ્યક્તિનું પાત્ર નિભાવી રહ્યો હતો. તે ઉંમરમાં મારા કરતાં 12 વર્ષ નાની છે. અમે મળ્યા, અમને પ્રેમ થયો અને મેં વિચાર્યું કે, મને આટલી ઘરેલુ અને સુંદર યુવતી ક્યાં મળશે? એક દિવસ મેં તેને કહ્યું કે મારું કામ ડિસ્ટર્બ થઈ રહ્યું છે અને મારે ફોકસ કરવું છે. તે ગુસ્સે થઈ ગઈ.'
શિવાંગીને પ્રપોઝ કરવાનો કિસ્સો સંભળાવતાં શક્તિ કપૂરે કહ્યું, 'હું તેની પાસે ગયો અને તેની પાસે ભીખ માગી. મેં માફી માગી અને તેને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માગુ છું. મે તેને એ પણ કહ્યું કે હું ઈચ્છું છું કે તું હાઉસવાઈફ બને. અમે કોર્ટ મેરેજ કર્યાં હતાં. ત્યાર પછી સૌએ અમને અપનાવી લીધા. તેણે પોતાનું સિંગિંગ કરિયર અને બધું જ મારા માટે છોડી દીધું. હું આજ સુધી તેની સામે હાથ જોડું છું અને આ માટે તેનો આભાર માનું છું.'
શક્તિ અને શિવાંગી એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને એક્ટર સિદ્ધાંત કપૂરના માતા-પિતા છે.