Ganapath Trailer: મેકર્સની અનોખી પહેલ, સૌથી પહેલા ચાહકો લોન્ચ કરશે ફિલ્મ 'ગણપત' નું ટ્રેલર

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
Ganapath Trailer: મેકર્સની અનોખી પહેલ, સૌથી પહેલા ચાહકો લોન્ચ કરશે ફિલ્મ 'ગણપત' નું ટ્રેલર 1 - image


                                                          Image Source: Twitter

મુંબઈ, તા. 07 ઓક્ટોબર 2023 શનિવાર

એક્શન અને ડાન્સમાં જોરદાર એક્ટર ટાઈગર શ્રોફ અપકમિંગ ફિલ્મ ગણપત: અ હીરો ઈઝ બોર્ન ને લઈને ચર્ચામાં છે. એક વખત ફરી ચાહકોને કૃતિ સેનનની સાથે તેમની કેમેસ્ટ્રી જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ નજર આવશે.

ગણપત ફિલ્મથી ટાઈગર અને કૃતિનો ફર્સ્ટ લુક અને ટીઝર બંને રિલીઝ કરી દેવાયુ છે. હવે ચાહકો ટ્રેલર રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ગણપતના ટ્રેલરને રૂટીન રીતે નહીં પણ એક એવા અંદાજમાં શેર કરવામાં આવશે. જે આજસુધી પહેલા કોઈ ફિલ્મે ન કર્યુ હોય.

અહીં રિલીઝ થશે ગણપતનું ટ્રેલર

ગણપત: એ હીરો ઈઝ બોર્નએ ટ્રેલર લોન્ચ માટે એવો માસ્ટરસ્ટ્રોક ચલાવ્યો છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોમાં હલચલ મચી ગઈ છે. ટાઈગર શ્રોફ, કૃતિ સેનન અને અમિતાભ બચ્ચનના ચાહકોને મેકર્સે એક ગોલ્ડન તક આપી છે. ગણપતનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવશે નહીં, પરંતુ વ્હોટ્સએપ ચેનલ પર તેની પહેલી ઝલક જોવા મળશે.

Ganapath Trailer: મેકર્સની અનોખી પહેલ, સૌથી પહેલા ચાહકો લોન્ચ કરશે ફિલ્મ 'ગણપત' નું ટ્રેલર 2 - image

ચાહકો ટ્રેલર લોન્ચ કરશે

ગણપત ફિલ્મનું ટ્રેલર સૌથી પહેલા સત્તાવાર લોન્ચ કરવાના બદલે વ્હોટ્સએપ ચેનલ 'ગણપત કા ગેંગ' પર લોન્ચ કરવામાં આવશે. એક રીતે આ ચાહકો માટે જાતે ટ્રેલર લોન્ચ કરવાની તક છે કેમ કે જેણે પણ આ ચેનલને પહેલા જોઈન કરી હશે, તેને સત્તાવાર રિલીઝ પહેલા આ એક્શન પેક્ડ ફિલ્મનું ટ્રેલર જોવા મળશે. 

આ અનોખી રીત ચર્ચામાં છે અને આ ટ્રેલર લોન્ચ વિશ્વભરના ચાહકો માટે એક યાદવાર ઈવેન્ટની જેમ રહેશે. ચેનલ જોઈન કરવા માટે ચાહકોને ક્યૂઆર કોડ સ્કેન કરવો પડશે, જેની જાણકારી ટાઈગર શ્રોફે શેર કરી છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે

તાજેતરમાં જ ફિલ્મનું ફર્સ્ટ સોન્ગ 'હમ આએ હે' રિલીઝ કરવામાં આવ્યુ, જેને સાંભળ્યા બાદ ચાહકોનો ફિલ્મની રિલીઝ પહેલા ઉત્સાહ વધી ગયો છે. વાસુ ભગનાની, જૈકી ભગનાની, દીપશિખા દેશમુખ અને વિકાસ બહલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ગણપત ફિલ્મ 20 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મને હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.


Google NewsGoogle News