'એ.આર.રહેમાન ફ્રેન્ડલી નથી, બસ કામ પર ફોકસ રાખે છે...' સોનુ નિગમનું નિવેદન ચર્ચામાં
Image: Facebook
Sonu Nigams Statement About A. R. Rahman: સિંગર સોનુ નિગમ ઘણા દાયકાથી ઈન્ડિયન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. આ લાંબા સમયમાં તેણે મ્યુઝિક કમ્પોઝર એ આર રહેમાન સાથે પણ ઘણી વખત કામ કર્યું છે. રહેમાન અને સોનુનો પ્રોફેશનલ સંબંધ ઘણો લાંબો રહ્યો છે. હવે પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં સોનુ નિગમે જણાવ્યું છે કે રહેમાન કામની વચ્ચે પોતાના પર્સનલ સંબંધને આવવા દેતો નથી. તે શરૂથી જ સ્ટ્રિક્ટ પ્રોફેશનલ રહ્યો છે.
સોનુ નિગમે રહેમાનને લઈને કહી આ વાત
સોનુ નિગમે એ આર રહેમાન વિશે વાત કરતાં કહ્યું, 'તેના કોઈ સંબંધો નથી. તે એવા પ્રકારનો માણસ જ નથી જેમના સંબંધો હોય. તે કોઈની સાથે ભળતો નથી. મે તો તેવું જોયું નથી. કદાચ તે પોતાના જૂના મિત્રો સાથે મિલનસાર હોય, જે તેને દિલીપ તરીકે ઓળખે છે પરંતુ મે તેને કોઈની સાથે હળતાં-મળતાં કે સંબંધો રાખતાં જોયો નથી. તે ફ્રેન્ડલી માણસ નથી. તે માત્ર કામ કરવાનું પસંદ કરે છે.'
સોનુએ તે સમયને યાદ કર્યો જ્યારે તે યુએસની ટૂર પર રહેમાનની સાથે ગયો હતો. આખી ટૂરમાં બંનેની વચ્ચે હાય-હેલ્લો થઈ હતી. તેણે કહ્યું, 'તેને નથી ખબર કે ગોસિપ કેવી રીતે કરાય અને આ કોઈ ખરાબ વાત નથી. તે એવો જ છે. તે મારા વિશે કે કોઈ અન્ય વિશે કંઈ જાણવા ઈચ્છતો નથી અને તે નથી ઈચ્છતો કે કોઈ તેના વિશે કંઈ જાણે. તેની પર્સનાલિટી યુનિક છે.'
આ પણ વાંચો: સલમાન ખાનને સંસ્કારી છોકરી જોઈએ, પણ આજકાલ કોઈ ઘરે નહીં બેસે: સલીમ ખાને જણાવ્યું કારણ
રહેમાન કોઈના વિશે ખરાબ બોલતો નથી
રહેમાન વિશે આગળ વાત કરતાં સોનુ નિગમે કહ્યું કે 'તે ખૂબ ઈજ્જતદાર વ્યક્તિ છે. જે કોઈના વિશે ખરાબ બોલતો નથી. રહેમાન માત્ર પોતાના કામ અને પ્રાર્થના પર ધ્યાન આપે છે. તે પોતાનું કામ કરે છે અને પોતાની પ્રાર્થના કરે છે. તે કોઈની સાથે દુર્વ્યવહાર કરતો નથી. તે કોઈના દિલને દુભાવતો નથી. કોઈના વિશે ખરાબ નહીં બોલે. તે આ બધી બાબતોથી દૂર છે. તે પોતાના પરિવારની નજીક છે. પરંતુ મે તેને કોઈ અન્ય સાથે ફ્રેન્ડલી થતાં જોયો નથી. તે કોઈને પોતાની નજીક આવવા દેતો નથી. આવું જ હોવું જોઈએ.'
સોનુ નિગમે રહેમાન સાથે પોતાના પહેલા પ્રોજેક્ટ્સને પણ યાદ કર્યો. બંનેએ પહેલી વખત ફિલ્મ 'દોડ' માટે સાથે કામ કર્યું હતું. સોનુએ કહ્યું રહેમાને મને ઓર્ડર આપવાના બદલે જેમ હું ઈચ્છું તેમ ગાવાની પરવાનગી આપી દીધી હતી. આ વાતથી સોનુ નિગમ ચોંકી ગયો હતો.