રણવીર અલ્હાબાદિયાની કોમેન્ટ પર દિગ્ગજોના પ્રહાર, રાજપાલ- એ.આર.રહેમાન જુઓ શું બોલ્યાં
A.R Rahman Reaction on Ranveer Allahbadia Statement: સમય રૈનાનો કોમેડી શો ઈન્ડિયા ગૉટ લેટેન્ટ (India's Got Latent) વિવાદના કારણે ચર્ચામાં છે. સમયના એક લેટેસ્ટ એપિસોડ પર વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. યુટ્યુબ અને બિઝનેસમેન રણવીર અલ્હાબાદિયાએ શો દરમિયાન એક કન્ટેસ્ટન્ટને એવો પ્રશ્ન પૂછ્યો જેણે અશ્લીલતાની તમામ હદ વટાવી દીધી હતી. ત્યારબાદ આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં લોકોએ કોમેડિયન પર ડાર્ક કોમેડીના નામે અભદ્રતા ફેલાવવાનો આરોપ લગાવ્યો.
પ્રખ્યાત લેખકથી લઈને સામાન્ય લોકોએ નારાજગી વ્યક્ત કરી તો મુંબઈમાં સમય રૈના, રણવીર અલ્હાબાદિયા અને અપૂર્વા સહિત 6 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ અસમના મુખ્યમંત્રીએ જાણકારી આપી કે, ગુવાહાટીમાં ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટની ટીમ પર અભદ્રતા ફેલાવવાના મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો. સમય રૈનાએ થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને શોના તમામ એપિસોડ દૂર કરવાની જાણકારી આપી હતી. આ દરમિયાન છાવા ફિલ્મની મ્યુઝિક લૉન્ચ ઇવેન્ટમાં એ.આર રહેમાને ઈશારામાં રણવીરના વિવાદિત નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
એ.આર રહેમાને શું કહ્યું?
બુધવારે છાવા ફિલ્મના મ્યુઝિક લૉન્ચ ઈવેન્ટમાં સંગીતકાર એ.આર રહેમાન પણ જોવા મળ્યા હતાં. તેમણે ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે. આ દરમિયાન ફિલ્મના લીડ સ્ટાર વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના પણ હાજર હતાં. જોકે, ચર્ચામાં એ.આર રહેમાનની એક કોમેન્ટ સામે આવી છે, જેને રણવીર અલ્હાબાદિયાના વિવાદિત નિવેદન પરનું રિએક્શન જણાવવામાં આવી રહ્યું છે. વિક્કીએ એ.આર રહેમાનને સવાલ કર્યો કે, ફિલ્મ માટે પોતાના મ્યુઝિકને ત્રણ ઈમોજીમાં જણાવે. તેનો જવાબ આપતાં તેઓએ કહ્યું, 'એ જે પોતાનું મોંઢુ બંધ રાખે છે'. એ.આર રહેમાને પોતાની વાત પૂરી કરતાં કહ્યું કે, 'આ અઠવાડિયે આપણે જોઈ રહ્યાં છીએ કે, મોઢું ખોલતાં શું-શું થઈ શકે છે'. આ કોમેન્ટને મોટા ભાગના લોકો ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટના શો પર કટાક્ષના રૂપે જોઈ રહ્યાં છે.
વિક્કી કૌશલનું રિએક્શન
સંગીતકાર એ.આર રહેમાનની વાત સાંભળીને વિક્કી કૌશલ પોતાની હસી રોકી નથી શકતો. તેણે હસતાં-હસતાં કહ્યું કે, રોસ્ટિંગ વિશે વાત કરીએ. ત્યારબાદ તો લોકોએ સ્પષ્ટ અંદાજો લગાવી દીધો કે, તેમની કોમેન્ટ જરૂર રણવીર અલ્હાબાદિયા માટે જ હતી.
નોંધનીય છે કે, એ.આર રહેમાન સિવાય પણ અનેક ફિલ્મી હસ્તીઓએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં હવે એક્ટર રાજપાલ યાદવે પણ હવે પોતાની પ્રતિક્રિયા આપી છે અને યુટ્યુબરની ટીકા કરી છે. રાજપાલ યાદવે કહ્યું કે, આ પ્રકારના વીડિયો જોવા ખૂબ જ શરમજનક છે. આપણો દેશ સંસ્કૃતિનો દેશ છે અને જ્યારે આ પ્રકારનો કોઈ વીડિયો જોઉ છું તો ખૂબ શરમ આવે છે. સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માટે આજ-કાલના યુવાનો કેવા શોર્ટકપ અપનાવી રહ્યા છે, મને સમજ નથી પડતી. કલા કોઈ રમકડું ન બનાવે, નહીંતર લોકો તેને નફરત કરવા લાગ્યાં. આવા મામલે ચર્ચા જરૂરી છે. ખુદનું સન્માન કરો, પોતાના માતા-પિતાનું સન્માન કરો, દરેક સમાજ, દેશ અને સમગ્ર વિશ્વનું સન્માન કરો'.
રણવીર અલ્હાબાદિયાએ માંગી માફી
ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટના રણવીર અલ્હાબાદિયાએ પોતાના નિવેદનને લઈને માફી પણ માંગી છે. તેણે કહ્યું કે, 'મારી કોમેન્ટ અયોગ્ય હતી અને તે રમૂજી પણ નહતી. હું ફક્ત માફી માંગવા આવ્યો છું'.